Help & Support   |   Register Now   |   Login Now     

કેનેડાની ક્રિસ્ટીન સિંક્લેયર 185 ગોલ સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની.

વિનય મોહન ક્વાત્રા નેપાળમાં ભારતના રાજદૂત નિયુક્ત.

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) અને ટાઈટન દ્વારા બનાવાયેલ ખાદી કાંડા ઘડિયાળ લોન્ચ કરવામાં આવી.

FICCI ઇકોનોમિક આઉટલુક સર્વે મુજબ 2019-20માં GDP વિકાસ દર 5% રહેવાનો અંદાજ. 2020-21માં 5.5% થઇ શકે છે.

જમ્મુ-કાશ્મીરના પત્રકાર યુસુફ જામીલે વર્ષ 2019-20 માટે PEN ગૌરી લંકેશ એવોર્ડ જીત્યો.

હર્ષવર્ધન શ્રુંગલા નવા ફોરેન સેક્રેટરી નિયુક્ત.

માર્ક વિલસન એસ્સાર ઓઈલ UKના CEO નિયુક્ત.

પ્રસિદ્ધ ભારતીય પર્યાવરણ અર્થશાસ્ત્રી અને UNEPના સદભાવના રાજદૂત પવન સુખદેવને પોતાના ‘ગ્રીન ઈકોનોમી’ કાર્ય માટે ટાયલર એવોર્ડ-2020 આપવામાં આવ્યો.

વેવમેકર ઇન્ડિયાના COO અજય ગુપ્તે વેવમેકર સાઉથ એશિયાના ચીફ ઓપરેશન ઓફિસર નિયુક્ત.

ભારતની મહિલા હોકી કેપ્ટન રાની રામપાલે વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર-2019નો ખિતાબ જીત્યો. આ ખિતાબ જીતનાર તે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી બની.