Help & Support   |   Register Now   |   Login Now     

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઇન્ડિયા ઇન્ડેક્સ-2019માં સતત આર્થિક વિકાસ અને સારા કાર્યોને પ્રોત્સાહન આપવા બાબતે તેલંગાણા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું.

દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી પી. મૈથ્યૂ સત્ય બાબુનું નિધન.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના તાડીપત્રી રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ ફ્રૂટ ટ્રેન શરૂ.

બ્રિટન સત્તાવાર રીતે યુરોપિયન સંઘમાંથી (EU) છૂટું પડ્યું.

મુંબઈમાં સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ એમેઝોન ઇન્ડિયા કોલકાતાના સિયાલદહ રેલવે સ્ટેશન પર એક પિકઅપ કિયોસ્ક લોન્ચ કરશે.

IAFનું બાયો-જેટ ફ્યુઅલથી સંચાલિત પ્રથમ એરક્રાફ્ટ AN-32 લેહમાં સફળતાપૂર્વક ઉતર્યું.

60 વર્ષીય મો ઓ’બ્રાયન લા ગોમેરા દ્વીપથી કેરેબિયન દ્વીપ એંટીગુઆ’ સુધી 3000 માઈલ તરીને એટલાન્ટીક મહાસાગર પાર કરનાર પ્રથમ બધિર વ્યક્તિ બન્યાં.

બેંક ઓફ મહારાષ્ટ્ર અને SBI અનુક્રમે 77 અને 68ના સ્કોર સાથે ડિસેમ્બર-2019માં ડિજિટલ વ્યવહારમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપનાર PSB બની.

રશિયાના ડેવિડ પરવ્યાને ગિબ્રાલ્ટર ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર્સ ફેસ્ટીવલનો ખિતાબ જીત્યો.

ડૉ. પ્રતાપ ચૌહાણ બ્રુસેલ્સમાં યુરોપિયન સંસદમાં આયુર્વેદ રત્ન એવોર્ડથી સન્માનિત.