Help & Support   |   Register Now   |   Login Now     

IAS ઓફિસર પ્રમોદ અગ્રવાલે કોલ ઇન્ડિયાના ચેરમેન તરીકેનો પદભાર ગ્રહણ કર્યો.

41 વર્ષીય વસીમ જાફર રણજી ટ્રોફીમાં 12 હજાર રન કરનાર પ્રથમ ખેલાડી બન્યો.

સૌથી વધુ સમય (24 વર્ષ) સુધી કેન્યાના રાષ્ટ્રપતિ રહેનાર ડેનિયલ અરપ મોઈનું નિધન.

UNESCOના ડિરેક્ટર જનરલ ઓડ્રે અજૂલે ભારતની મુલાકાતે.

થાઈલેન્ડમાં ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં અંકિતા રૈનાએ વિમેન્સ સિંગલ્સ અને વિમેન્સ ડબલ્સના ખિતાબ જીત્યા.

તેલંગાણાના બસરમાં ભારતનો સૌથી મોટો ગ્રામીણ ટેકનિકલ ઉત્સવ ‘અંત:પ્રજ્ઞા-2020’ યોજાયો.

IRCTCની ભારતની ત્રીજી તેજસ એક્સપ્રેસ ઇન્દોર-વારાણસી વચ્ચે શરૂ કરવાની યોજના.

દિલ્હીની સાર્વજનિક ટ્રાન્સપોર્ટ સર્વિસ DTCને સૌથી ઓછા દુર્ઘટના દર માટે ‘સડક સુરક્ષા પુરસ્કાર 2018-19’ આપવામાં આવ્યો.

માલદીવ 2016માં કોમનવેલ્ધમાંથી બહાર નીકળ્યા બાદ ફરીથી કોમનવેલ્ધનો 54મો સભ્ય દેશ બન્યો.

દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન મધ્યપ્રદેશના રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માનથી સન્માનિત.