Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય મૂળના કલાપ્રેમી અને નાટકકાર ઈસ્માઈલ મુહમ્મદને ફ્રાન્સ સરકાર દ્વારા નાઈટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા.

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કે. એન. વ્યાસ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (બાર્ક)ના ડિરેક્ટર નિયુક્ત.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એચ. એલ. દત્તુને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના (NHRC) પ્રમુખ ચૂંટવામાં આવ્યા.

સંયુક્ત રાજ્ય અમેરિકા અને રશિયાએ સીરિયામાં યુદ્ધની પૂર્ણાહુતિ પર સહમતિની ઘોષણા કરી. માર્ચ 2011માં શરુ થયેલ સંઘર્ષમાં અત્યાર સુધી 2 લાખ 50 હજારથી વધુ સીરીયન લોકો માર્યા ગયા છે.

સારા ઈરાની (ઇટાલી)એ મહિલા એકલ WTA દુબઈ ડ્યુટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો

ભારતીય મૂળના અધિકારી અમરસિંહને મલેશિયા સ્થિત કુઆલાલમ્પુરના પોલિસ કમિશનર પદે નિયુક્ત કરવામાં આવ્યા. કોઈ ભારતીય મૂળના શીખ વ્યક્તિને મલેશિયન પોલિસ વિભાગમાં મળેલ આ સર્વોચ્ચ પદ છે.

ન્યુઝીલેન્ડના ક્રિકેટર બ્રેન્ડન મેકુલમે 54 બોલમાં 100 રન બનાવીને ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.

છ દિવસીય યાત્રાએ ભારત આવેલ નેપાળી વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ 9 સમજુતીઓ પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો વચ્ચે ટ્રાન્સપોર્ટ કોરિડોર અને નવા હાઈવે બનાવાશે. 2 વર્ષમાં ભારત નેપાળને 80 મેગાવોટ વીજળી આપશે.

કલિહો પુલે અરુણાચલ પ્રદેશના નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ જે. પી. રાજખોવા છે.

ખયાલ ગાયકીના બાદશાહ ઉ. અબ્દુલ રશીદ ખાંનું નિધન. વડોદરામાં ૨૦૧૨માં ૧૦૩ વર્ષની ઉમરે કગાયકીનો જાદુ પાથર્યો હતો. તેઓ 'રશનપીયા' નામથી જાણીતા હતા.