Help & Support   |   Register Now   |   Login Now     

ભારતમાં પ્રથમવાર કચ્છના બિદડામાં હાથની ત્રણ આંગળી ગુમાવનારા માનવીને ૩-ડી ટેકનોલોજીના ઉપયોગથી કૃત્રિમ હાથ માટે સિલિકોનનો અંગુઠો બેસાડવામાં સફળતા મળી. 

ગીતકાર સમીર અંજાનનું નામ સૌથી વધુ ગીતો લખવા માટે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું. તેમણે અત્યાર સુધી 3524થી પણ વધુ ગીતો લખ્યાં છે. 

સચિન તેંદુલકરની ઓટોબાયોગ્રાફી ‘પ્લેઈંગ ઇન માય વે’એ ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં સૌથી વધુ વેચાનાર બુકનો રેકોર્ડ બનાવ્યો. 

મૂડીઝે ભારતનો આર્થિક વૃદ્ધિ દર વર્ષ 2016-17માં 7.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો.

ભારતીય રેલવે પ્રથમ વખત રાષ્ટ્રીય શતરંજ ટીમ ચેમ્પિયનશિપ વિજેતા બન્યું.

ફેશન ડિઝાઈનર મનીષ અરોડાને ફ્રાન્સના સર્વોત્તમ નાગરિક સન્માન નાઈટ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા.

ભારતીય મૂળના બ્રિટીશ ફિલ્મકાર આસિફ કપાડિયાએ દિવંગત બ્રિટીશ ગાયિકા એમી વાઈનહાઉસ પર આધારિત પોતાના વૃત્તચિત્ર માટે ગ્રેમી પુરસ્કાર મેળવ્યો.

12મા દ. એશીયાઇ રમતોત્સવમાં ભારતે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આગામી દક્ષિણ એશિયાઇ રમતોત્સવ નેપાળમાં યોજાશે. 

12મા દક્ષિણ એશીયાઇ રમતોત્સવમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમે નેપાળને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો.

દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં મૈસુર ટોચ પર, ચંડીગઢ બીજા સ્થાને. ધનબાદ સૌથી ગંદુ શહેર ઘોષિત. સુરત છઠ્ઠા, રાજકોટ સાતમા ક્રમે.