Help & Support   |   Register Now   |   Login Now     

હિંદુ લગ્ન અધિનિયમ પસાર કરનાર સિંધ પ્રાંત પાકિસ્તાનનું પ્રથમ રાજ્ય બન્યું. અહીં અલ્પ સંખ્યક હિંદુ સમુદાય પોતાના લગ્નોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

વેસ્ટ ઇન્ડીઝે ભારતને હરાવીને પ્રથમ વખત અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એડમ વોગ્સે અણનમ રહીને 551 રનનો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ અત્યાર સુધી સચિનના નામે (497 રન) હતો. 

69મો બ્રિટીશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સ (બાફ્ટા) પુરસ્કાર : શ્રેષ્ઠ ફિલ્મ : ધ રેવેનેંટ, શ્રેષ્ઠ અભિનેતા : લિઓનાર્ડો ડી  કેપ્રિઓ (ધ રેવેનેંટ), શ્રેષ્ઠ અભિનેત્રી : બ્રી લાર્સન (રૂમ), શ્રેષ્ઠ નિર્દેશક : અલેજેન્દ્રો જી ઇનારીતૂ (ધ રેવેનેંટ).

12મા દક્ષિણ એશીયાઇ રમતોત્સવની એર રાયફલ નિશાનેબાજીમાં ભારતના ચેન સિંહ ચેમ્પિયન ઘોષિત.

અશોક ચાવલા ટેરી (ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટીટયુટ)ના નવા ચેરમેન નિયુક્ત.

વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષી તરંગોની શોધ કરી. આ તરંગો બ્રહ્માંડમાં ભીષણ અથડામણથી ઉત્પન્ન થયા હતા. આનાથી બ્રહ્માંડનો અભ્યાસ કરવાના વધુ વિકલ્પો ઉત્પન્ન થયા છે.

ભારત અને યુએઈએ નવ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા જેમાં સાઈબર સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ, અક્ષય ઊર્જા અને ફાયનાન્સ સામેલ છે.

દક્ષિણ આફ્રિકન ક્રિકેટર ક્વિન્ટન ડીકોકે વિરાટ કોહલીનો વન ડે ક્રિકેટમાં સૌથી નાની વયે 10 સદી બનાવવાનો રેકોર્ડ તોડ્યો.

રાજેન્દ્ર કુમાર પચૌરીને ઊર્જા અને સંસાધન સંસ્થા (ટેરી)ના કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.