Help & Support   |   Register Now   |   Login Now     

રેલ બજેટ અને આમ બજેટ 2016-17નાં અગત્યનાં પરીક્ષાલક્ષી, વન લાઈનર સ્મરણીય તથ્યો માટે crackgpsc.com પરથી ડાઉનલોડ કરો - મન્થલી કરન્ટ અફેર્સ ઈ-મેગેઝિન : માર્ચ, 2016.

ઓસ્કાર એવોર્ડ - શ્રેષ્ઠ ફિલ્મ : સ્પોટલાઈટ, શ્રેષ્ઠ ડાયરેક્ટર : એલેજાન્દ્રો જી ઇનારિતુ (ધ રેવનેંટ), શ્રેષ્ઠ અભિનેતા : લિયોનાર્ડો ડી કેપ્રિયો (ધ રેવેનંટ), શ્રેષ્ઠ અભિનેત્રી : બ્રી લાર્સન (રૂમ)

28 ફેબ્રુઆરી 2016ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો. રમન પ્રભાવની શોધ 28 ફેબ્રુઆરીના દિવસે મહાન વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રમને 1928માં કરી હતી.

સ્વીત્ઝરલૅન્ડના સ્ટેનીસલાસ વાવરિન્કાએ દુબઈ એટીપી ટેનિસનો પુરુષ એકલનો ખિતાબ જીત્યો.

મુબઈએ સૌરાષ્ટ્રને હરાવીને 41મી વખત રણજી ટ્રોફી જીતી.

મુંબઈ પોલિસે 16 સ્થળ ‘નો સેલ્ફી’ ક્ષેત્ર ઘોષિત કર્યા. સમુદ્ર કિનારે સ્થિત આ લોકપ્રિય સ્થાનોમાં બાન્દ્રા, બેંડસ્ટેન્ડ, મરીન ડ્રાઈવ અને જુહૂ ચોપાટી સામેલ છે.

સ્વિત્ઝરલેન્ડના ગિયાની ઇન્ફેન્ટીનો ફીફાના નવા અધ્યક્ષ બન્યા.

યસ બેંકને ભારતના વિકસતા બજારોમાં અગ્રણી હોવાને લીધે લંડન સ્ટોક એક્સચેન્જ, (LSE) લંડનમાં ગ્રીન બોન્ડ પાયોનીયર પુરસ્કાર આપવામાં આવ્યો.

આર્થિક સમીક્ષા 2015-16માં આગામી બે વર્ષમાં ભારતનો વિકાસ દર 8%થી પણ વધુ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો.

રાજેન્દ્ર સિંહ ભારતીય તટરક્ષક બળ (કોસ્ટ ગાર્ડ)ના ડાયરેકટર જનરલ નિયુક્ત. તેઓ બિન-નેવી ક્ષેત્રમાંથી આ પદે આવનાર પ્રથમ અધિકારી છે.