RBIની નવી ક્રેડીટ પોલીસી : રેપો રેટમાં કોઈ બદલાવ નહિ (6.75%), રિવર્સ રેપો રેટ 5.75%, રોકડ અનામત ગુણોત્તર (CRR) 4%
IPLની રાજકોટ ટીમનું નામ ગુજરાત લાયન્સ રાખવામાં આવ્યું. આ ટીમનો કેપ્ટન સુરેશ રૈનાને બનાવવામાં આવ્યો.
WHOએ (વિશ્વ આરોગ્ય સંગઠને) જીકા વાયરસને કારણે આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. આ વાયરસ અત્યાર સુધી બ્રાઝિલ સહિત લેટિન અમેરિકાના 23 દેશોમાં ફેલાઈ ચુક્યો છે.
ભારતીય બેટ્સમેન ઋષભ પંતે અન્ડર-19 વર્લ્ડ કપમાં નેપાળ સામે સૌથી ઝડપી અર્ધ સદી બનાવવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો.
2 ફેબ્રુઆરી 2016ના રોજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન (એમજીએનઆરઈજીએ) અમલમાં આવ્યે દસ વર્ષ પૂર્ણ થયાં.
પેન્સીલવેનિયા યુનિવર્સીટી, અમેરિકા દ્વારા ભારતીય વિચાર સંસ્થા ઓબ્સર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) ભારતની શ્રેષ્ઠ તથા વિશ્વની છઠ્ઠી શ્રેષ્ઠ થિંક ટેન્ક સંસ્થા ઘોષિત. સૌથી વધુ થિંક ટેન્કવાળા દેશોમાં અમેરિકા પ્રથમ, ભારત ચોથા ક્રમે.
આઈપીએલ સીઝન 9 માટે કિંગ્સ ઈલેવન પંજાબના મેન્ટર તરીકે વીરેન્દ્ર સહેવાગની નિમણુક. તેઓ ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે.
30મા સુરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળા (2016)નું ઉદઘાટન કરવામાં આવ્યું. આમાં તેલંગાણા થીમ રાજ્ય છે.
અમેરિકાની મહત્વાકાંક્ષી યોજના કોમ્પ્યુટર સાયન્સ ફોર ઓલમાં ભારતની ત્રણ પ્રમુખ આઈટી કંપનીઓ ઇન્ફોસિસ, TCS, અને વિપ્રો સામેલ. આના અંતર્ગત શાળાઓમાં આ વિષય ભણાવવામાં આવશે.