Help & Support   |   Register Now   |   Login Now     

બેંક ઓફ મહારાષ્ટ્રએ MAS ફાયનાન્સ સાથે કરાર કર્યા.

સોમા શંકર પ્રસાદ UCO બેંકના નવા MD અને CEO નિયુકત.

મેક્સિકોમાં ભારતના રાજદૂત તરીકે પંકજ શર્મા નિયુકત.

ITBPના ડિરેક્ટર જનરલ સંજય અરોડા સશસ્ત્ર સીમા બલ (SSB)ના ડિરેકટર જનરલ નિયુકત. તેઓ કુમાર રાજેશ ચંદ્રનું સ્થાન લેશે.

ભારતના સંરક્ષણ મંત્રાલયે 351 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂકયો. સાથે જ 2500 જેટલી સ્વદેશીકરણથી બનેલી વસ્તુનું લિસ્ટ જાહેર કર્યું.

બ્રિક્સ (BRICS)ની નવી વિકાસ બેંક (Development Bank)ના સભ્ય તરીકે ભારતે ઈજિપ્તનું સ્વાગત કર્યું. ઈજિપ્ત BRICS પરિવારના ચોથા સભ્ય તરીકે સ્થાન પામ્યું છે. બાંગ્લાદેશ, UAE અને ઉરુગ્વે સપ્ટેમ્બર 2021માં DB (ડેવલપમેન્ટ બેંક)માં જોડાયા હતા. DB એ BRICS (બ્રાઝિલ-રશિયા-ઈન્ડિયા-ચીન-સાઉથ આફ્રિકા)ની ઉભરતી અર્થવ્યવસ્થામાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ માટે સંસાધનો એકત્રિત કરવાના ઉદ્દેશ્યો ધરાવતી બેંક છે. BRICS વિશ્વના પાંચ સૌથી મોટા વિકાસશીલ દેશોને એક સાથે લાવી વિશ્વની વસ્તીના 41%, વિશ્વની GDPના 24% અને વિશ્વના વેપારના 16%નું પ્રતિનિધિત્વ કરે છે.

ત્સોમગો સરોવર અને નાથુલા બોર્ડર પાસને ગંગટોક સાથે જોડતા રસ્તાને સિક્કિમના રાજ્યપાલ ગંગાપ્રસાદ દ્વારા 'નરેન્દ્ર મોદી માર્ગ’ના નામ સાથે ઉદઘાટન કર્યું. આ માર્ગનું જૂનું નામ 'જવાહરલાલ નહેરરુ માર્ગ' હતું. BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન)એ બનાવેલા આ રસ્તાથી ગંગટોક અને ત્સોમગો સરોવર વચ્ચેનું અંતર 15 km સુધી ઘટી ગયું છે. અગાઉ ગુજરાતમાં મોટેરા સ્ટેડિયમનું નામ પણ વડાપ્રધાન મોદીના નામ પરથી 'નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ' રાખવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નવું નામ વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન થયું. લક્ષ્મીબાઈ બ્રિટિશ સમયના યોદ્ધાઓમાંનાં એક વીરાંગના હતાં. તેઓ 18 જૂન 1858 ગ્વાલિયરમાં બ્રિટિશ સેના સામેના યુદ્ધમાં શહીદ થયાં હતાં.

UKએ આર્થિક રીતે નબળા દેશોને ઓમિક્રોનથી લડવા 105 મિલિયન પાઉન્ડ સહાય કરવાની ખાતરી આપી. UK ચાલુ વર્ષના અંત ભાગ સુધીમાં વિશ્વના દેશોને 30 મિલિયન જેટલી રસી પહોંચાડી ચૂકશે. અત્યાર સુધીમાં COVAXના 24.6 મિલિયન ડોઝ વિશ્વના દેશોને તથા 5.5 મિલિયન ડોઝ કેન્યા, જમૈકા, ઈન્ડોનેશિયા જેવા જરૂરિયાતવાળા દેશોને આપવામાં આવ્યા છે.

ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની આરોગ્ય યોજનાઓ પર દેખરેખ રાખવા માટે આરોગ્ય વ્યવસ્થાપન કેન્દ્ર (Health Service Management Centre –HSMC) શરૂ કર્યું. ઉપરાંત તેમણે ગાંધીનગરથી ગુજરાત એપેડેમીક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટનું પણ અનાવરણ કર્યું. આ તમામ બાબતોનો ઉદેશ્ય વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યુજના.મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના, પોષણસંબંધિત યોજના, માતૃ અને બાળ આરોગ્ય યોજનાના લાભો પર નજર રાખવાનો અને દર્દીઓને મફત નિદાન સારવાર પ્રાપ્ત કરવાનો છે. GERMIS વેબસાઈટ રાજયની જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં પથારી, વેન્ટિલેટર, ઓક્સિજન બેડની દૈનિક સ્થિતિની માહિતી ઉપલબ્ધ કરાવશે.