Help & Support   |   Register Now   |   Login Now     

હેટ સ્પીચ (અપ્રિય ભાષણ): તાજેતરમાં ઉત્તરાખંડમાં એક નેતા વિરૂદ્ધ સમાજના વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ FIR નોંધવામાં આવી. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટે તાજેતરમાં સાયબર હેરેસમેન્ટના કેસો સંબંધિત પ્રકાશિત કરેલ માર્ગદર્શિકાનુસાર દ્વેષપૂર્ણ ભાષા (હેટ સ્પીચ)ને એવી ભાષા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી જે વ્યક્તિની ઓળખાણ, જાતિ, અપંગતા, ધર્મ વગેરે બાબતો પણ ટિપ્પણી કરતી હોય. આ પ્રકારની પ્રવૃતિમાં IPCની કલમ 153 A અને 153 B મુજબ બે જૂથો વચ્ચે દુશ્માનવટ ઊભી કરવી, IPCની કલમ 295 A મુજબ ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણી ભડકાવવી, IPCની કલમ 505 (1) અને 505 (2) મુજબ વિવિધ જૂથો વચ્ચે દ્વેષનું કારણ બનતી સામગ્રી પ્રસારિત કરવા અંગેનો ગુનો દાખલ થાય છે.

સ્પાઇસ સ્ટેટિસ્ટિકસ એટ અ ગ્લાન્સ 2021 પુસ્તકનું વિમોચન. આ પુસ્તક ભારતમાં મસાલાના ઉત્પાદનમાં થયેલા વધારા પર લખાયેલ છે. ભારત વિશ્વમાં મસાલાનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકર્તા દેશ છે. ભારત બદલાતી આબોહવાનો દેશ હોવાના કારણે લગભગ તમામ વિસ્તાર મસાલાના ઉત્પાદન માટે સક્ષમ છે. ભારતમાં સંસદીય અધિનિયમ હેઠળ 52 મસાલાઓને મસાલા બોર્ડના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવ્યા છે. જેની સ્થાપના મસાલા બોર્ડ એકટ, 1986 દ્વારા કરવામાં આવી હતી. ભારત મસાલાની નિકાસમાં તમામ બાગાયતી પાકની નિકાસની શ્રેણીમાં 41% યોગદાન ધરાવે છે. વિશ્વના સૌથી શ્રેષ્ઠ કેસર તરીકે કાશ્મિરી કેસર (GI Tag)નો પણ નિકાસ કરે છે.

પંજાબ વન વિભાગે બિઆસ સંરક્ષણ રિઝર્વમાં 24 જેટલા મગરોને મૂકી મગર સંરક્ષણ ક્ષેત્રે પહેલ કરી. બિઆસ રિઝર્વ ક્ષેત્રમાં કરવામાં આવેલ ઘડિયાળ (મગર ની એક જાતિ)નું સ્થાપન એ પંજાબ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય ગણવામાં આવે છે. ઘડિયાળી મગરનું વૈજ્ઞાનિક નામ GAVIALIS. GANGETICUS છે. ભારતમાં અલગ અલગ ત્રણ પ્રકારના મગર જોવા મળે છે. જેમાં ખારાપાણીના મગર, મગર અને ઘડિયાળનો સમાવેશ થાય છે. ગંગા અને બ્ર્હ્મપુત્રા નદીમાં ઘડિયાળ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

નાગાલેન્ડમાં શેરડી અને વાંસના કારીગરોને ઉચ્ચ કૌશલ્ય આપવા PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) હેઠળ પ્રોજેક્ટ શરૂ કરાયા. આ કાર્યકમથી જે તે ક્ષેત્રના અસંગઠિત કર્મચારીઓની ક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા છે. તમામ કારીગરો અને વણાટકામ સાથે જોડાયેલા વણકરોને રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્ક (NSQF) સાથે જોડવામાં આવશે. કાર્યક્રમ હેઠળ પ્રશિક્ષિત તાલીમાર્થી દ્વારા કારીગરોને અલગ અલગ મોડ્યુલો આધારિત તાલીમ આપવામાં આવશે અને તેમને પ્રશિક્ષિત કરીને તેમની કલાકૃતિને અન્ય વિસ્તારોમાં કેવી રીતે લઈ જઈને આવક ઊભી કરી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવશે.

મંગળ પર પાણીના જથ્થાના પૂરાવા મળ્યા. યુરોપિયન અંતરીક્ષ સંસ્થા અને રશિયાની અંતરીક્ષ સંસ્થાએ આ પૂરાવા મેળવ્યા છે. મંગળ પર આવેલ 'મેરીનોરીસ' નામની ખીણમાંથી આ પાણી મળી આવ્યું છે જે લગભગ 45000 ચો kmમાં ફેલાવો ધરાવે છે. આ પાણીની શોધ TGO (ટ્રેડ ગેસ ઓર્બિટર) દ્વારા કરવામાં આવી છે જે યુરોપિયન અને રશિયન અંતરીક્ષ સંસ્થાનો સંયુક્ત પ્રયાસ છે.

ગ્રીન ફિકસ્ક ડિપોઝિટ: ઇન્ડસઇન્ડ બેંક દ્વારા ગ્રીન ફિકસ્ક ડિપોઝિટ શરૂ કરવામાં આવી છે. બેંક દ્વારા આ થાપણનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGS)ને ટેકો આપતા પ્રોજેક્ટસ અને કંપનીઓને નાણાં આપવા માટે કરવામાં આવશે.

તુષાર કપુરે તેનું પ્રથમ પુસ્તક 'બેચલર ડેડ' લખ્યું. તુષાર 2016માં સરોગસી દ્વારા પુત્ર લક્ષ્ય કપૂરના પિતા બન્યા હતા.

તુષાર કપુરે તેનું પ્રથમ પુસ્તક 'બેચલર ડેડ' લખ્યું. તુષાર 2016માં સરોગસી દ્વારા પુત્ર લક્ષ્ય કપૂરના પિતા બન્યા હતા.

ઝારખંડ એસેમ્બલીએ 'પ્રિવેન્શન ઓફ મોબ વાયોલેન્સ એન્ડ મોબ લિચિંગ બિલ, 2021 પસાર કર્યું. જેનો ઉદ્દેશ્ય બંધારણીય અધિકારોનું અસરકારક રક્ષણ અને રાજયમાં ટોળાની હિંસાને રોકવાનો છે.

પ્રિત્ઝર પ્રાઈઝ વિજેતા આર્કિટેક રિચાર્ડ રોજર્સનું નિધન.