Help & Support   |   Register Now   |   Login Now     

1 ડિસેમ્બર: નાગાલેન્ડ રાજ્ય દિવસ. 1 ડિસેમ્બર 1963ના રોજ ઉતરપૂર્વીય રાજ્ય-નાગાલેન્ડને આસામ રાજ્યમાંથી અલગ કરીને અલગ રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું અને નાગાલેન્ડ ભારતનું 16મું રાજ્ય બન્યું. બંધારણની કલમ 371 હેઠળ-નાગાલેન્ઠને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. 1થી 10 ડિસેમ્બર નગાલેન્ડનો સાંસ્ક્રુતિક ઉત્સવ હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવાય છે. જે 2021માં નાગાલેંડના 'કિસામા' શહેર ખાતે 22મા ઉત્સવ તરીકે ઉજવાશે.

ચેરી બ્લોસમ ફેસ્ટિવલ - મેઘાલય: મેઘાલયના શિલોંગ ખાતે આ ઉત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને જાપાનના રાજ્દૂત સાતોશી સુઝુકી દ્વારા કરવામાં આવ્યું. આ ઉત્સવ મેઘાલયના વોર્ડલેક અને પોલો ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયો હતો. ચેરી બ્લોસમ એ મિશિગનનો રાષ્ટ્રીય તહેવાર છે અને તે જાપાન ખાતે પણ ઉજવાય છે. વિશ્વમાં તુર્કી, યુ.એસ., અને ઇરાન સૌથી વધુ ચેરીનું ઉત્પાદન કરે છે. જ્યારે ભારત આ ક્રમમાં 26મું સ્થાન ધરાવે છે.

1 ડિસેમ્બર: Word Aids Day (વિશ્વ એઇડ્સ દિવસ). દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ આ દિવસ વર્ષ 1988થી ઉજવવામાં આવે છે. વર્ષ 2021ની થીમ: (1) End inequalities End AIDS End pandamics (2) Ending the HIV Epidomic : Equitable access,Everyones Voice (US). HIV - Human Immunodeficiency Virus એ aids થવા માટે જવાબદાર વાઈરસ છે. AIDS - Acquired Immune Deficiency Syndrom દિવસને 'રેડ રિબીન' સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. HIV માટે આપવામાં આવતી સારવાર - ART(Antiretro viraltherapy).

લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર NDCના કમાન્ડન્ટ તરીકે પદ સંભાળશે. NDC - રાષ્ટ્રીય રક્ષા કોલેજ નવી દિલ્હી. મનોજ કુમાર આ પદ સંભાળનાર 34માં કમાન્ડન્ટ બનશે. તેઓ એર માર્શલ ડી. ચૌધરી કે જેઓ આગામી સમયમાં નિવૃત થશે. તેમનું સ્થાન સંભાળશે. મનોજ કુમારે સોમાલિયામાં સંયુક્ત રાષ્ટ્રની બે શાંતિ અભિયાનોમાં ભાગ લીધો હતો.

ભારત સરકારની રાજકોષીય ખાધ ઓક્ટોબરના અંતે રૂ. 5.47 લાખ કરોડે પહોંચી. CAG દ્વારા અપાયેલા આ રિપોર્ટ અનુસાર આ ખાધ બજેટ અંદાજના 36.3% જેટલી છે. ડેટા પરના અહેવાલ અનુસાર ICRA લિમિટેડના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું કે એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટીમાં રાહતથી આવકની સંભાવના ઓછી હોવા છતાં કેન્દ્ર સરકારની ગ્રોસ ટેક્સ રેવન્યુ 2021-22 કરતાં નોંધપાત્ર રૂ. 1.8થી વધવાની શક્યતા છે.

કેન્દ્ર સરકારે EWS માપદંડો માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરી. ત્રણ સભ્યોની સમિંતિમાં પૂર્વ નાણા સચિવ અજય ભુસણ પાંડે, ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય સચિવ પ્રો. વી. કે. મલ્હોત્રા અને મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલનો સમાવેશ થાય છે. આ પેનલ ત્રણ સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સમિતિના સંદર્ભની શરતોમાં EWS કેટેગરી નક્કી કરવા માટેના માપદંડોની પુન: વિચારણા કરવી, રૂ. 8. લાખમાં ક્વોટાની પાત્રતા નક્કી કરવામાં કેન્દ્રએ કયા તર્કનું પાલન કર્યું તે અંગે સુપ્રીમ કોર્ટના પ્રશ્નને પગલે પેનલની રચના કરવામાં આવી છે.