Help & Support   |   Register Now   |   Login Now     

બાંગ્લાદેશમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડર મેયર તરીકે 'નજરૂલ ઈસ્લામ રિતુ' ચુંટાઈ આવ્યા.

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ના ખાનગી ક્ષેત્રની કંપનીના કર્મચારીઓને હવે પેઈડ પેરેન્ટલ લીવ મળશે. આ પ્રકારની રજા જાહેર કરનાર મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાનો તે પ્રથમ દેશ બન્યો.

PGVCLનાં જોઈન્ટ MD તરીકે પ્રીતિ શર્માને નિયુક્ત કરાયાં. તેઓ આ પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ અને પ્રથમ મહિલા બન્યાં.

કેન્દ્ર સરકારે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના 2019ના સર્વેના આધારે આપેલ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતો માસિક આવકમાં દેશમાં 10માં ક્રમે (રૂ. 12,631) જ્યારે મેઘાલયના ખેડૂતો પ્રથમ સ્થાને (રૂ. 29348).

ભારતીય નૌસેનાના વડા એડમિરલ આર. હરિકુમારે પોતાનું પદ સંભાળ્યું. તેમણે એડમિરલ કરમબીર સિંહનું સ્થાન લીધું.

કેરેબિયન દેશ બાર્બોડોસ (રાજધાની-બ્રિઝટાઉન) લગભગ 400 વર્ષ પછી બ્રિટનથી આઝાદ થયો. લગભગ 3 લાખની વસતી ધરાવતા આ દેશને સ્વતંત્ર જાહેર કરાયા બાદ સૈંડા મૈસન દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.

ફૂટબોલનો 'ઓસ્કર' કહેવાતો બેલેન ડી'આર (ગોલ્ડન બોલ) એવોર્ડ રેકોર્ડ સાતમી વખત લિયોનેલ મેસીએ જીત્યો. પ્રથમ વાર તેણે આ એવોર્ડ 2009માં જીત્યો હતો. મહિલા વર્ગમાં સ્પેનનાં અલેક્સિયા પુટેલસે પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો.

લદાખ સેક્ટરમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા ઈજરાયેલી બનાવટનાં ચાર હેરોન ડ્રોન તહેનાત કરાશે. આ ડ્રોન 35 હજાર ફૂટની ઉચાંઈએ ઉડવા સક્ષમ છે તથા સતત 52 કલાક સુધી ઉડી શકે છે.

2021-22ના નાણાં વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં દેશનો GDP 8.4% નોંધાયો.

1 ડિસેમ્બર: BSF(બોર્ડર સિક્યોરિટિ ફોર્સ) ગથન દિવસ. વિશ્વના સૌથી મોટા સીમા રક્ષક બળ BSFનું ઈ.સ. 1963માં નિર્માણ થયું હતું. હાલ BSFમાં 180થી વધુ બટાલિયન અને 2.57 લાખથી વધુ સૈનિકો છે. BSFના વર્તમાન DG(ડાય્રેક્ટ્ર જનરલ-મહાનિર્દેશક) પંકજકુમાર સિંઘ જયારે પ્રથમ DG ખુરારે ફરામર્જ રસ્તમજી. BSFનું ધ્યેય વાક્ય - જીવન પર્યંત કર્તવ્ય. ભારતની સરહદ સુરક્ષા નિશ્ચિત કરતા BSF બંધારણ અને નિયમનની જોગવાઈ માટે BSF એક્ટ ફોર્સ 1968 લાગુ કરાયો.