Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકન મેરિયમ વેબસ્ટર ડિક્શનરીએ 'વેક્સિન'ને વર્ડ ઓફ ધ યર 2021 તરીકે પસંદ કર્યો. મેરિયમ વેબસ્ટર ડિક્શનરીના સંપાદક પીટર સોકોલોવસ્કિના જણાવ્યાનુસાર વિશ્વભરના લોકો રસીના મહત્વને સમજ્યા અને તેનો મોટા પાયે ઉપયોગ થયો. વેકસિન શબ્દ 2020ની સરખામણીએ વર્ષ 2021માં 60% વધુ સર્ચ થયો. રસી શબ્દનો સૌપ્રથમ વખત ઉપયોગ 1882માં થયો અને તે લેટિન ભાષાના સ્ત્રીલિંગ શબ્દ વેક્સિનસ પરથી આવ્યો છે.

સાઉથ કોરિયા વિશ્વનું પ્રથમ તરતું શહેર બનાવવા તરફ. દરિયાની વધતી સપાટી અને પૂરની પરિસ્થિતિનો સામનો કરતું સાઉથ કોરિયા તરતું શહેર બનાવી રહ્યું છે. ફ્લોટિંગ સિટી પ્રોજેક્ટ એ UN હ્યુમન સેટલ્મેન્ટ પ્રોગ્રામ (UN HABIT) અને OCEANIX દ્વારા સંયુક્ત પ્રયાસ છે. આ શહેર દ. કોરિયાના બુસાનના કિનારે બાંધવામાં આવી રહ્યું છે અને 2025 સુધીમાં પૂરું થવાની સંભાવના છે. આ શહેર 'ફ્લ્ડ્પ્રુફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' પર આધારિત હશે જે સુનામી પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના સામનો કરવા માટે તૈયાર હશે.

ઓલ ઇન્ડિયા રેડિયોએ યુવા કાર્યક્રમ AIRNXT લોન્ચ કર્યો. ઓલ ઇન્ડિયાએ આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે યુવાઓને તેમનો અવાજ પ્રસારિત કરવા માટે એક મંચ પ્રદાન કરવા માટે આ કાર્યક્ર્મ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ 52 સપ્તાહ સુધી ચલાવવામાં આવશે. આ કાર્યક્ર્મમાં 167 AIR સ્ટેશનો દ્વારા 1000 શૈક્ષણિક સંસ્થાઓના લગભગ 20,000 યુવાનો આગામી વર્ષ દરમિયાન ભારતના દરેક ખૂણે ખૂણેથી ભાગ લેશે.

'ગ્લોબલ ગેટ વે' પરિયોજના - યૂરોપીયન સંઘ: યૂરોપીય સંઘે અનાવરણ કરેલ આ પરિયોજના 300 બિલિયન યુરો (340 બિલિયન ડોલર)નું મૂલ્ય ધરાવે છે. આ પરિયોજના ચીનની બેલ્ટ એન્ડ રોડ રણનીતિની પ્રતિક્રિયાના રૂપમાં અમલમાં મૂકવામાં આવી છે. આ પરિયોજનાથી વિશ્વભરમાં જાહેર અને ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં નાણાકીય સહાયને એકત્ર કરવામાં આવશે.

2 ડિસેમ્બર: National polution Control Day(રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ). ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાત્રે મિથાઈલ આઈસોસાઈનાઈટ ગેસ લિક થવાને કારણે હજારો લોકોના મૃત્યુ થયાં હતાં. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ઔદ્યોગિક આપત્તિઓ માટે નિયંત્રણ લાવવાની બાબતોમાં જાગૃત્તિ લાવવાનો છે.

2 ડિસેમ્બર: World Computer Literacy Day (વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ). ભારતીય કમ્પ્યુટર કંપની NIIT દ્વારા 2001માં તેની 20મી વર્ષગાંઠને ચિહ્નિત કરવા માટે આ દિવસ ઉજવાયો હતો. વર્ષ 2021ની થીમ - લીટરેસી ફોર હ્યુમન સેંટર્ડ રિકવરી : નૈરોઈંગ ધ ડિજિટલ ડિવાઈડ.

કેન્દ્ર સરકારે IAS અધિકારી અજયકુમારને 'ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન'નો વધારાનો ચાર્જ સોંપ્યો.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ દેવસ્થાન બોર્ડ વિખેરવાની જાહેરાત કરી. બે વર્ષ અગાઉ પુર્વ CM ત્રિવેન્દ્રસિંહ રાવતે શ્રાઇનબોર્ડની જેમ ચારધામ દેવસ્થાનમ બોર્ડની રચના કરી હતી.

જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં 12 વર્ષ બાદ પુષ્કર મેળાનું આયોજન થયું.

UAEએ 3થી 11 વર્ષનાં બાળકોને 'સિનોફાર્મની' રસી આપવાની શરૂઆત કરી હતી. પરંતુ, તેમાં આડ અસર જણાતાં હાલ મુલ્તવી રાખ્યુ.