Help & Support   |   Register Now   |   Login Now     

ત્રણ વર્ષ અગાઉ થયેલ લાન એર દુર્ઘટના (189 લોકોનાં મોત) બાદ ઈન્ડોનેશિયાએ બોઈંગ 737 મેકસ પર મૂકેલ પ્રતિબંધ ઉઠાવી લીધો.

મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે 'વિશ્વ સંગીત તાનસેન'ના 97મા ઉત્સવનું આયોજન કરાયું.

ન્યુઝીલેન્ડના ક્રિકેટર રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો.

મોહમ્મદ શામી 200 ટેસ્ટ વિકેટ લેનાર ભારતના 5મા બોલર બન્યા.

ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે નવલખી બંદર ખાતે 485 મીટર જેટીની સુવિધાના બાંધકામનું ભૂમિપૂજન કર્યું.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1183 ગ્રામ પંચાયતો સમરસ થઈ જેમાં 116 ગ્રામ પંચાયત મહિલા સમરસ છે.

નાગાલેન્ડમાં AFSPA કાયદાની મુદ્દત 6 મહિના માટે વધારવામાં આવી.

ગુજરાત સરકારે કાપડ પર 5%થી વધારીને 12% કરેલો GSTનો વધારો મૌકુફ રાખ્યો.

OCCRP રિપોર્ટ: OCCRP - Organizes Crime And Corruption Reporting Project. આ રિપોર્ટ વર્ષ 2021 ના સૌથી ભ્રષ્ટ લોકોની યાદી ધરાવે છે. રિપોર્ટ અનુસાર બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડ્રા લુકાશેન્કો સૌથી ટોચ પર છે. યાદીમાં અન્ય સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈયપ એડીગન અને પૂર્વ ઓસ્ટ્રિયન ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જ તથા અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ અસરફ મોહમ્મદ ગનીનો સમાવેશ થાય છે.

SPMRM (શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન) હેઠળ તેલંગાણાએ પ્રથમ સ્થાન જ્યારે તમિલનાડુ અને ગુજરાતે અનુક્ર્મે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું. SPMRM સ્થાનિક આર્થિક વિકાસને ઉત્તેજના આપવા તથા મૂળભૂત સેવાઓ પૂરતી પાડવા માટે કલસ્ટર બનાવવાનું કામ કરે છે. તેની ચાર વર્ષ અગાઉ શરૂઆત કરવામાં આવી હતી.