Help & Support   |   Register Now   |   Login Now     

પાકિસ્તાને અલ્પસંખ્યક સમુદાયોના મંદિરોની દેખરેખ માટે હિંદુ નેતાઓની ઉપસ્થિતિવાળી સંસ્થા સ્થાપી. પાકિસ્તાને શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના કાર્યક્ષેત્રની નીચે પાકિસ્તાન હિંદુ મંદિર દેખરેખ સમિતિની રચના કરી છે. પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો અલ્પ્સંખ્યક સમુદાય છે.

CINCAN દ્વારા રાષ્ટ્રને 'સંકલ્પ સ્મારક' સમર્પિત કરાયું. CINCAN - કમાન્ડર ઈન ચીફ અંદમાન એન્ડ નિકોબાર. આ સ્મારક ભારતના સેનાના સૈનિકોના સંકલ્પ અને બલિદાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવાયું છે. તે નેતાજી સુભાષચંદ્ર બોઝે આપેલાં મૂલ્યો, નિષ્ઠા, કુર્તવ્ય અને બલિદાનની યાદ અપાવે છે. ઈતિહાસમાં ૩૦ ડિસેમ્બરને નેતાજી સાથે જોડવામાં આવે છે. નેતાજી 16 જાન્યુઆરી 1941ના રોજ કોલકતામાંથી બ્રિટિશ દેખરેખમાંથી છટકી અદાજે ત્રણ વર્ષ બાદ ભારતની ભૂમિ પર પાછા ફર્યા હતા. 29 ડિસેમ્બર, 1943ના રોજ પોર્ટબેલર (અંદમાન-નિકોબારની રાજધાની) ખાતે પહોંચ્યા અને 30 ડિસેમ્બર, 1943ના રોજ તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આંદામાન-નિકોબાર ટાપુને તેમણે 'ભારતનો પ્રથમ મુકત પ્રદેશ' જાહેર કર્યો હતો.

આવાસ અને શહરી કામકાજના સચિવ દુર્ગા શંકર મિશ્રાને UPના મુખ્ય સચિવ નિયુકત કરાયા. તેઓ રાજેન્દ્ર કુમાર તિવારીનું સ્થાન લેશે. મનોજ જોશીને દુર્ગા શંકર મિશ્રાના સ્થાને આવાસ અને શહેરી કામકાજના સચિવ નિયુકત કર્યા છે.

દ. આફ્રિકાના ક્રિકેટર કિવંટન ડી ર્કોકે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો. આ જાહેરાત તેણે દ. અફ્રિકાની સેંચુરિયન દરમિયાન ભારત સામેની પ્રથમ મેચ દરમિયાન કરી. કિવંટને 2014માં ઓસ્ટ્રેલિયા સામે ગકેબેરા ખાતે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે ટેસ્ટમાં સૌથી વધુ 141 રનનો લક્ષ્યાંક મેળવ્યો છે.

કેરમ ખેલાડી રશ્મિકુમારીએ ત્રીજી વખત ફેડરેશન કપ જીત્યો. બે વખતની વિશ્વ ચેમ્પિયન રશ્મિ કુમારીએ વારાણસીમાં ત્રીજી વખત આ જીત મેળવી. રશ્મિ કુમારી કેરમની ભારતની સૌથી કુશળ મહિલા ખેલાડી છે. જેણે અગાઉ 2012 અને 2010માં જીત મેળવી હતી. રશ્મિએ તેની ફાઈનલમાં વિશ્વ ચેમ્પિયન એસ. અપૂર્વને હાર આપી હતી.

કેન્દ્ર સરકારે 6 રાજયોને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)માંથી રૂ. 3,063.21 કરોડની સહાય ચૂકવી. આ તમામ રાજયો વર્ષ 2021માં પુર, ભુસ્ખલન, ચક્રવાતથી પ્રભાવિત થતાં હોવાથી આ સહાય આપવામાં આવી છે. આ છ રાજયોમાં અસમ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉતરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

ભારતીય સેનાએ મધ્યપ્રદેશના મહૂ ખાતે કવોન્ટમ લેખની સ્થાપના કરી.

આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ કૃષ્ણા જિલ્લામાં અમૂલ પરિયુજનાનો શુભારંભ કર્યો.

જાન્યુઆરી 2022માં UNSC (યુનાઈટેડ નેશન્સ સ્કિયુરિટી કાઉન્સિલ)ની આંતકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ભારત કરશે.

તમિલનાડુની એમ. કે. સ્ટાલિન સરકારે મોંઘવારી ભથ્થુ 17%થી વધારીને 31% કર્યું.