Help & Support   |   Register Now   |   Login Now     

રાષ્ટ્રના સંરક્ષણમાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આપેલ સહયોગને બિરદાવવા માટે નાણા મંત્રીએ પોસ્ટેજ સ્ટેમ્પ રિલીઝ કરી.

જાણીતા અર્થશાસ્ત્રી અને રાજનૈતિક વિશ્લેષક એસ. ગુરૂમૂર્તિએ આર. પી. એન. સિંઘ (પૂર્વ ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસર) દ્વારા લેખિત પુસ્તક ‘પોલિટિક્સ ઓફ અપોર્ચ્યુનિઝમ’ લોન્ચ કર્યું.

ભારતના ઓપ્થલનોલોજિસ્ટ ડૉ. સંતોષ હોનાવર AAO બેસ્ટોઝ લાઈફ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત.

બોરિયા મજુમદાર અને નલિન મહેતા દ્વારા લેખિત ‘ડ્રીમ્સ ઓફ અ બિલિયન: ઇન્ડિયા એન્ડ ધ ઓલિમ્પિક ગેમ્સ’ નામના પુસ્તકનું વિમોચન કરાશે, જેમાં ભારતની ઓલિમ્પિક યાત્રા વિષે ઇતિવૃત્ત છે.

ચીને પોતાનું સૌથી મોટું કેરિયર રોકેટ ‘લોંગ માર્ચ-5’ લોન્ચ કર્યું.

રશિયાએ પોતાની પ્રથમ એવાન્ગાર્ડ હાઈપરસોનિક મિસાઈલ સિસ્ટમ સેવામાં મૂકી.

હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી નિયુક્ત.

તેલંગાણાના કામારેડ્ડી જિલ્લાએ સ્વચ્છ ભારત અભિયાનના અસરકારક અમલીકરણ માટે વોટર સેનીટેશન અને હાઈજિન ક્ષેત્રે UNICEF-2019 એવોર્ડ જીત્યો.

કેન્દ્રએ 2024માં ડિજિટલ રેડિયો લોન્ચ કરવાની ઘોષણા કરી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ‘વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ ડેકેડ’ના પાંચ ખેલાડીઓમાંથી એક. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસે પેરી આ યાદીમાં એક માત્ર મહિલા ખેલાડી.