Help & Support   |   Register Now   |   Login Now     

1 ડિસેમ્બરના રોજ BSFનો સ્થાપના દિવસ ઉજવાયો, BSFની સ્થાપના આ દિવસે 1965 થઇ હતી. વર્તમાનમાં BSF વિશ્વનું સૌથી મોટી સિક્યુરિટી ફોર્સ છે.

નાણાકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં વિકાસદર 4.5%નો નોંધાયો છે, જે સાડા છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે.

નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાયા.

શ્રીલંકાના અર્થતંત્રને મજબુત બનાવવા માટે ભારત તેને 2,865 કરોડ રૂપિયાની લોન આપશે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્સા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષી બેઠક યોજાઈ.

ગ્લોબલ માઈગ્રેશન રિપોર્ટ-2020 અનુસાર વિશ્વમાં 27 કરોડથી વધુ પ્રવાસીઓ છે, જેમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતીય (1.7 કરોડ) છે. મેક્સિકો અને ચીન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે.

સરકારે જાપાનની ટેકનિક અને ફાયનાન્સ મદદથી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટને મંજૂરી આપી.

લિથિયમ આયન બેટરીના ઈફેક્ટીવ લાઈફ સાયકલ મેનેજમેન્ટ માટે MG મોટર ઇન્ડિયાએ લિથિયમ બેટરી રિસાઈકલિંગ સોલ્યુશન પ્રોવાઇડર ઉમિકોર સાથે ભાગીદારી કરી.