Help & Support   |   Register Now   |   Login Now     

Crack GPSC એપ દ્વારા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી પાસે, એ પણ ઘરે બેઠાં. મેળવો ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ, મોબાઈલ કે ટેબ્લેટમાં જ.

જનરલ બિપીન રાવત નિવૃત્ત થતા લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને નવા આર્મી ચીફ નિયુક્ત.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ઇન્ડિયા ઇન્ડેક્સ-2019-20માં ભારતનો સમગ્ર સ્કોર 57થી વધીને 60 થયો. કેરલ 70ના સ્કોર સાથે પ્રથમ ક્રમે. ગુજરાત સાતમા ક્રમે યથાવત.

ગુવાહાટીમાં યોજાનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2020માં પ્રથમ વખત લોન બોલ અને સાઈક્લિંગ સામેલ કરાશે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં દેશનાં પ્રથમ ત્રણ વોટર એરોડ્રોમ સ્થાપિત કરશે.

એચ. એલ. જોશી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત.

જાન્યુઆરી-2020થી સ્વદેશી RuPay અને UPI પ્લેટફોર્મ દ્વારા થતી લેવડદેવડ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ નહિ રહે.

ગોલ્ફર ઉદયન માનેએ જમશેદપુરમાં સીઝન-એન્ડિંગ ચેમ્પિયનશિપમાં વન-શોટ જીતીને નવો PGTI રેકોર્ડ રચ્યો.

‘વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ-2020’ અનુસાર ભારત 2026 સુધીમાં જર્મનીને પછાડીને વિશ્વની ચોથી, 2034 સુધીમાં જાપાનને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

આંધ્રપ્રદેશના ગુંતુર જિલ્લાના ચેબરોલૂ ગામમાં સપ્તમાતૃક પંથના આરંભિક એપિગ્રાફિક સાક્ષ્યોની શોધ, જે દક્ષિણ ભારતમાં શોધવામાં આવેલ આજ સુધીનો પ્રથમ સંસ્કૃત શિલાલેખ છે.