Help & Support   |   Register Now   |   Login Now     

ઉર્સુલા વોન ડેર લેયેન યુરોપિયન કમિશનનાં અધ્યક્ષ બનીને યુરોપિયન યુનિયનનું ટોચનું પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં.

સરકાર ખેલો ઇન્ડિયા અંતર્ગત ‘સ્પોર્ટ્સ ફોર વિમેન’ કેટેગરી હેઠળ અંડર-17 વર્ગમાં ‘ખેલો ઇન્ડિયા ફૂટબોલ ગર્લ્સ લીગ’ શરૂ કરશે.

સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં રેસલિંગમાં ગુરપ્રીત સિંહ અને સુનીલ કુમારે ગોલ્ડ જીત્યા.

જલંધરમાં યોજાયેલ રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વીનેશ ફોગાટ અને સાક્ષી મલિકે અનુક્રમે 55 કિગ્રા અને 62 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ જીત્યા.

સાઉદી અરેબિયા જાપાન પાસેથી G20 પ્રેસીડેન્સી મેળવીને G20 પ્રેસીડેન્સી મેળવનાર પ્રથમ આરબ દેશ બન્યો.

મર્સીડીઝ રેસર લુઇસ હેમિલ્ટને અબુ ધાબી ગ્રાન્ડ પ્રિ.નો ખિતાબ જીત્યો.

સ્વચ્છ અને અનંત ઊર્જા માટે ચીન 2020 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવશે, જે 20 કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે.

ભોપાલ ગેસ ટ્રેજેડીની 35મી વર્ષગાંઠ. 1984માં 2-3 ડિસેમ્બરના ભોપાલમાં યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાંથી મિથાઈલ આઈસોસાઈનેટ ગેસના લિકેજને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

3 ડિસેમ્બર: ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબિલીટીઝ. આ વર્ષનો વિષય - વિકલાંગ લોકોની ભાગીદારી અને તેમના નેતૃત્વને પ્રોત્સાહન આપવું.

ગાંધીનગર વીજમથકમાં ભારતના બે સૌથી મોટા કૂલિંગ ટાવરનું ડીમોલિશન કરાયું. ઈ.સ. 1977માં શરૂ કરાયેલ બે યુનિટની સર્વિસ લાઈફ પૂરી થતાં તેમને વિસ્ફોટકો દ્વારા તોડી પડાયાં.