Help & Support   |   Register Now   |   Login Now     

દહેજમાં રૂ. 881 કરોડના ખર્ચે દરિયાના 100 MLD પાણીના ડિસેલીનેશન પ્લાન્ટની સ્થાપના થશે. દરિયાના ખારા પાણીને મીઠું કરતો પ્રોજેક્ટ બનાવનાર તમિલનાડુ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય.

દ્વારકા જિલ્લાના ભાણવડમાં મસ્જિદની બાજુમાં રસ્તાના ખોદકામ દરમ્યાન પૌરાણિક 400 વર્ષ જૂનું અને 15થી 20 મીટર ઊંડું ભોંયરું મળી આવ્યું.

ભારત હજની પ્રક્રિયા સંપૂર્ણ પણે ડિજિટલ બનાવનારો પ્રથમ દેશ બન્યો.

નિત્યાનંદ આશ્રમ કેસમાં DPS સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી. સ્કૂલે ખોટા NOC રજૂ કરીને માન્યતા મેળવી હતી.

ઈ-ફાર્મસી રેગ્યુલેશનમાં મહત્વનો સુધારો આવતાં ઈ-ફાર્મસી પ્લેટફોર્મ દવાને સ્ટોર કરી શકશે નહિ અને દવાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા રિટેલ કે જથ્થાબંધ વિક્રેતાઓ સાથે ટાઈ-અપ કરવું પડશે.

ડુંગળીની અછત દૂર કરવા માટે તુર્કીથી 11,000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવા MMTCનો કોન્ટ્રાક્ટ. ઈજિપ્તથી 6,090 ટનની ડુંગળીની આયાત બાદ બીજો મોટો કરાર કરાયો.

13મી સાઉથ એશિયન ગેમ્સ કાઠમંડુ, નેપાળમાં શરૂ.

વાઈસ એડમિરલ એસ. આર. સરમાએ કંટ્રોલર, વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝીશન (CWP & A)નો પદભાર સંભાળ્યો.

1 ડિસેમ્બર: વર્લ્ડ એઇડ્સ ડે. આ વર્ષનો વિષય-કોમ્યુનિટીઝ મેક ધ ડિફરન્સ.

સોમા રોય બર્મન 24મા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ બન્યાં.