Help & Support   |   Register Now   |   Login Now     

ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશની પ્રથમ ટ્રાન્ઝીટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) પરિયોજનાની આધારશિલા મૂકી.

ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત અને પૂર્વ મહિલા કેપ્ટન અંજુમ ચોપડાને BCCI દ્વારા સી. કે. નાયડુ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-2019 આપવામાં આવશે.

NASA એસ્ટ્રોનોટ ક્રિસ્ટીના કોચ પેગી વ્હીટસનનો 288 (2017) દિવસનો રેકોર્ડ તોડીને લોંગેસ્ટ સિંગલ સ્પેસફ્લાઈટ ભરનાર મહિલા બની ગઈ.

SBI જાન્યુઆરી-2020થી OTP બેઝ્ડ ATM કેશ વિથડ્રોલ શરૂ કરશે. આ સેવા રૂપિયા 10,000 કે તેથી વધુના ઉપાડ પર લાગુ થશે અને સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આ સુવિધા અમલી બનશે.

ઇન્ડિયન આર્મી જનરલ બિપીન રાવત ભારતના પ્રથમ CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બનશે. રક્ષા મંત્રાલયે CDSની નિવૃત્તિ વયમર્યાદા 62થી વધારીને 65 વર્ષની કરી.

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ ‘માય હોમ કન્સ્ટ્રક્શન પ્રા. લિ. (MHPCL) અને તેના સહયોગીઓ દ્વારા માય હોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.માં શેર્સના અધિગ્રહણની મંજૂરી આપી.

નાઈટફ્રેંકના રિપોર્ટ ‘ગ્લોબલ હાઉસ પ્રાઈસ ઇન્ડેક્સ Q3’માં ભારત વિશ્વમાં 47મા ક્રમે. હંગરી પ્રથમ ક્રમે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો દ્વારા જપ્ત પરિસંપત્તિની ઓનલાઈન નીલામી કરવા માટે એક ઈ-ઓક્શન ‘eBkray’ નામનું પોર્ટલ લોન્ચ કર્યું.

ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી શરૂ કરવામાં આવશે.

ગુગલના ‘યર ઇન સર્ચ-2019’ રિપોર્ટમાં રતન ટાટા સૌથી વધુ સર્ચ થનાર ભારતના બિઝનેસ ટાઈકૂન.