Help & Support   |   Register Now   |   Login Now     

કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)-લખનૌના વૈજ્ઞાનિકોએ જેરેનિયમના છોડ તૈયાર કરવા માટે અને તેને ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક નવી લો-કોસ્ટ ટેકનિક વિકસાવી.

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ઠ યોગદાન માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો.

SBI મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બર, 2019 સુધીમાં નિષ્ક્રિય કરી દેશે.

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિ. (BHEL)એ તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ભારતનું પ્રથમ લિગ્નાઇટ બેઝ્ડ 500 મેગાવોટનું થર્મલ યુનિટ શરૂ કર્યું.

રશિયાનો યાકુટિયા દેશ માનવ વસ્તી ધરાવતો દુનિયાનો સૌથી ઠંડો પ્રદેશ. અહી શિયાળામાં માઈનસ 58 ડિગ્રી તાપમાન હોય છે.

ઇન્ડિયન ગ્રાન્ડમાસ્ટર કોનેરૂ હમ્પી મોસ્કોમાં યોજાયેલ વર્લ્ડ વિમેન્સ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ભારતના પ્રથમ મહિલા વર્લ્ડ ચેમ્પિયન બન્યાં. તેમણે ચીનની 22 વર્ષીય તિંગજીને હરાવી.

કાશ્મીરનું દ્રાસ માઈનસ 30.2 ડિગ્રી સાથે દેશનું સૌથી ઠંડું સ્થળ બન્યું.

પીયુષ ચાવલાને ચેન્નઈ સુપર કિંગ્સે 6.75 કરોડમાં ખરીદતાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો.

ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને KKRએ IPL-2020 માટે 15.50 કરોડમાં ખરીદતા IPL ઈતિહાસનો સૌથી મોંધો વિદેશી ખેલાડી બન્યો.

ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ ‘ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ’માં તમિલનાડુ પ્રથમ ક્રમે. ગુજરાત છઠ્ઠા ક્રમે.