Help & Support   |   Register Now   |   Login Now     

પૂર્વ વડાપ્રધાન એટલ બિહારી બાજપેઈની 95મી જયંતીને ચિહ્નિત કરવા માટે હિમાચલ પ્રદેશમાં આવેલ રોહતાંગ ટનલનું નામ બદલીને અટલ ટનલ રાખ્યું.

કાલકા રેલવે સ્ટેશનથી શિમલા સુધી નવા વિસ્ટાડોમ કોચવાળી હિમ દર્શન એક્સપ્રેસની શરૂઆત જે ભારતીય રેલવે દ્વારા નિયમિત રીતે ચાલનાર પ્રથમ વિસ્ટાડોમ કોચવાળી ટ્રેન બનશે.

26 ડિસેમ્બર: મહાન ક્રાંતિકારી શહીદ ઉધમસિંહની 120મી જયંતી. તેમનો જન્મ 26, ડિસેમ્બર, 1899ના રોજ પંજાબના સંગરૂર જિલ્લામાં થયો હતો.

પંજાબ પેન્થર્સને હરાવીને ગુજરાત જાયન્ટ્સ ટીમ પ્રથમ ઇન્ડિયન બોક્સિંગ લીગમાં ચેમ્પિયન બની.

અમેરિકાના જ્યોર્જિયામાં આવેલ એક તળાવમાંથી જમીન પર જીવી શકે તેવી માછલી મળી આવી. આ માછલી ચાર દિવસ સુધી પાણીની બહાર જીવી શકે છે.

મિસ વર્લ્ડ માનુષી છીલ્લર PETA દ્વારા ‘સેક્સિએસ્ટ વેજીટેરીયન પર્સનાલિટી’ ખિતાબથી સન્માનિત.

કેન્દ્ર દ્વારા પ્રથમ લોંગ ડિસ્ટન્સ CNG બસની શરૂઆત. આ બસ એક વારમાં એક હજાર કિ.મી. સુધીની મુસાફરી કરી શકે છે. પ્રથમ લોંગ ડિસ્ટન્સ ઇન્ટર-સ્ટેટ CNG બસ દિલ્હીથી દહેરાદૂન જશે.

રશિયા હાઈપરસોનિક હથિયાર ધરાવતો વિશ્વનો એકમાત્ર દેશ બન્યો.

મેજર અનુપ મિશ્રા ‘સર્વત્ર’ બુલેટપ્રૂફ જેકેટ વિકસિત કરવા માટે આર્મી ડીઝાઈન બ્યુરો એકસેલન્સ એવોર્ડથી સન્માનિત. આ જેકેટ સ્નાઈપર રાઈફલની ગોળીઓ સામે સુરક્ષા આપે છે.

નેશનલ ગ્રીન કોર્પ્સ ‘ઇકોક્લબ’ કાર્યક્રમને લાગુ કરનાર રાજ્ય નોડલ એજન્સીઓની પ્રથમ વાર્ષિક બેઠક ગુજરાતમાં કેવડીયા ખાતે યોજાઈ.