Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકાની ફેથ મિલરે કમ્પાઉન્ડ જુનિયર મહિલા આર્ચરીમાં ઇન્ડોર આર્ચરી વર્લ્ડ સીરીઝ ઇવેન્ટમાં 600માંથી 594 સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

વૈજ્ઞાનિકોએ ‘કૈસીઓપિયા’ નક્ષત્રમાં સૌરમંડળની બહાર એક નવો ‘સુપર અર્થ’ ગ્રહ શોધ્યો. HD219134 b નામનો આ ગ્રહ પૃથ્વીથી 21 પ્રકાશ વર્ષ દૂર છે.

સિતારવાદક મંજૂ મહેતા મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તાનસેન પુરસ્કાર-2018થી સન્માનિત.

હોસ્પિટલ મેનેજમેન્ટ ફર્મ રેડિયન્ટ લાઈફ કેર મેક્સ હેલ્થકેરને ખરીદશે. તે દેશની ત્રીજી મોટી હોસ્પિટલ ચેઈન બનશે.

ચીનમાંથી દૂધની બનાવટોની આયાત પરનો પ્રતિબંધ વધુ ચાર માસ સુધી લંબાવાયો.

જાણીતા ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવાની ઉત્તરપ્રદેશના દુધવા ટાઈગર રિઝર્વમાં ગેરકાયદેસર શિકાર કરવા બદલ ધરપકડ.

ઇંધણ અને ટેક્સ દરમાં ઘટાડો કરાવ્યા બાદ હવે રાષ્ટ્રપતિ મેંક્રોનું રાજીનામું માંગવા માટે ફ્રાન્સમાં યલો વેસ્ટ દેખાવો ચાલુ.

પાકિ.ના પૂર્વ PM નવાઝ શરીફને અલ અઝિઝીયા સ્ટીલ મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં 7 વર્ષ જેલની સજા. પનામા પેપર્સ કૌભાંડના ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ.

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના પાઈલટ પ્રોજેક્ટ માટે જામનગરની પસંદગી.

FIS સ્કી વર્લ્ડ કપની સ્લેલમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને 23 વર્ષીય અમેરિકન મિકાએલા કારકિર્દીની 50 રેસ જીતનાર સૌથી યુવા સ્કીયર બની.