Help & Support   |   Register Now   |   Login Now     

ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવીને ભારત ટેસ્ટમાં 150મો વિજય મેળવનાર વિશ્વનો પાંચમો દેશ બન્યો. અન્ય દેશો - ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વિન્ડિઝ, સાઉથ આફ્રિકા.

વિરાટ કોહલીએ વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ (11) જીતવાના સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી.

સર્બિયાના ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે ચોથી વખત મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ICCનો ‘વુમન ક્રિકેટર ઓફ ધ યર’ અને ‘વુમન વનડે પ્લેયર ઓફ ધ યર’નો ખિતાબ જીત્યો.

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ સ્વચ્છ સર્વેક્ષણ-2018 રેન્કિંગમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વશ્રેષ્ઠ રાજધાની તરીકે પસંદગી પામ્યું.

રેલ મંત્રીની ‘હની બી’ યોજનાનો વિસ્તાર દેશનાં અન્ય ક્ષેત્રોમાં કરવાની ઘોષણા. આ યોજના હાથી જેવા જાનવરોના રેલવે ટ્રેક પર થતા અકસ્માતો અટકાવવાની છે.

લેફ્ટ. જનરલ મનોજ પાંડેએ ભારતીય સેનાના ગજરાજ કોર્પ્સની કમાન સંભાળી. ગજરાજ કોર્પ્સ (IV કોર્પ્સ) 1961માં નિર્મિત ભારતીય સેનાનું એક સૈન્ય ક્ષેત્ર છે.

પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા પદ્મ ભૂષણ શ્રી મૃણાલ સેનનું નિધન. તેમણે ઈ.સ. 1955માં પ્રથમ ફિલ્મ ‘રાતભોર’ બનાવી હતી.

સુધીર ભાર્ગવ સેંટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર નિયુક્ત.

ગાંધીજીની 150મી જયંતીના ઉત્સવના ભાગ રૂપે નવી દિલ્હીમાં નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટ (NGMA) દ્વારા 'દાંડી યાત્રા' નામનું એક એક્ઝિબિશન યોજાયું.