Help & Support   |   Register Now   |   Login Now     

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ ટોલ-ફ્રી નંબર 14433 અને કોમન સર્વિસ સેન્ટર (CSC)ના માધ્યમથી ફરિયાદ નોંધાવવાની સુવિધા લોન્ચ કરી.

ચંબાનાં SP મોનિકા ભટુંગુરુને ચંબા જિલ્લામાં અનુકરણીય કાર્ય અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે ‘ચેમ્પિયન ઓફ ચેન્જ’ પુરસ્કાર.

ભારતીય-અમેરિકન રાજેશ સુબ્રમણ્યમ અમેરિકાની મલ્ટીનેશનલ કુરિયર કંપની ફેડએક્સ એક્સપ્રેસના અધ્યક્ષ અને CEO નિયુક્ત.

પૂર્વોત્તર રાજ્યમાં શાસનમાં પરિવર્તન લાવવા માટેના અનુકરણીય નેતૃત્વ માટે મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહને ‘ચેમ્પિયન્સ ઓફ ચેન્જ’ પુરસ્કાર.

રશિયાએ અવાનગાર્ડ નામની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ. આ અવાજ કરતાં 20 ગણી ગતિથી ઊડી શકે છે અને ઉપર-નીચે કરી શકાય છે.

એર માર્શલ રાજીવ સચદેવા ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ-ઓપરેશન્સ (DCIDS-ઓપરેશન્સ) નિયુક્ત.

રાષ્ટ્રપતિએ જાન્યુઆરી-2019થી આંધ્રપ્રદેશ માટે એક અલગ હાઈકોર્ટનો આદેશ આપ્યો. આંધ્રપ્રદેશની હાઈકોર્ટ અમરાવતીમાં શરૂ થશે.

RBIએ પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય બેંકની ‘ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક’ની સમીક્ષા કરવા છ સભ્યોની સમિતિની રચના કરી.

Crack GPSC એપ દ્વારા કોઈપણ પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 11 બોલના અંતરાલમાં 5 વિકેટ ઝડપી નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.