Help & Support   |   Register Now   |   Login Now     

મુસ્લિમ મહિલા (પ્રોટેકશન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલ-2018 લોકસભામાં પસાર. આ બિલ તાત્કાલિક ત્રણ તલાકની તમામ ઘોષણાઓને ગેરકાયદેસર ગણાવે છે.

ઉર્દૂ ભાષા, સાહિત્ય અને સાહિત્યિક આલોચનાના દુનિયાના સૌથી મોટા સાહિત્યકાર ડૉ. હમીદી કશ્મીરીનું નિધન.

કેન્દ્ર સરકારે ‘સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પુરસ્કાર’ની સ્થાપના કરી. વિજેતા સંસ્થા હશે તો 51 લાખ રૂ. અને વ્યક્તિ હશે તો 5 લાખ રૂ. પુરસ્કાર અપાશે.

કોલિન ઓ’બ્રેડી કોઈપણ પ્રકારની મદદ વગર એન્ટાર્કટિકામાં એકલ ટ્રેક પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટ કેપ્ટન રિકી પોન્ટિંગ ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર 25મો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો.

આસામમાં નદી પર્યટન પરિયોજના અંતર્ગત ચિરાંગ જિલ્લામાં દ્વિજિંગ મહોત્સવ શરૂ. દ્વિજિંગનો અર્થ - નદીનો તટ. આ મહોત્સવ એઈ નદીની આસપાસનાં વિસ્તારોને આવરી લેશે.

નેતાજીને શ્રદ્ધાંજલિ તરીકે અંદામાન નિકોબાર પર રોસ ટાપુનું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ ટાપુ, નીલ ટાપુનું શહીદ ટાપુ, હેવલોક ટાપુનું નામ સ્વરાજ ટાપુ રખાશે.

જાપાનની ઇન્ટરનેશનલ વ્હેલિંગ કમિશન (IWC)માંથી નીકળી જવાની ઘોષણા. જુલાઈ-2019થી સ્થાનિક જળ અને વિશેષ આર્થિક ક્ષેત્રમાં વ્હેલના શિકારને ફરી શરૂ કરશે.

કેનેરા બેંકનાં કાર્યકારી નિર્દેશક પી. વી. ભારતી કોર્પોરેશન બેંકનાં નવાં MD અને CEO નિયુક્ત.

PNBએ આગામી કુંભમેળા-2019 માટે ‘PNB રૂપે’ કાર્ડ લોન્ચ કર્યું. જે ઈન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે.