Help & Support   |   Register Now   |   Login Now     

ઈરાને રશિયાને હરાવીને રેસલિંગનું ગ્રીકો રોમન વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું.

વડોદરાના આજવા ગાર્ડનમાં ડિઝનીલેન્ડની થીમ પર તૈયાર કરાયેલ આજવા પાર્ક સરોવર કિનારે આવેલ દુનિયાનો પ્રથમ થીમ પાર્ક બન્યો.

લુઇસ હેમિલ્ટન ‘ડ્રાઈવર્સ ડ્રાઈવર ઓફ ધ યર-2018’થી સન્માનિત.

પૂર્વ PM વાજપાઈની સ્મૃતિમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ. સિક્કાની એક બાજુ ભારતનું પ્રતીક ચિહ્ન અને બીજી બાજુ વાજપાઈજીનું ચિત્ર છે.

તેલંગાણાના 8 વર્ષના સમાન્યુ પોથુરાજે ઓસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોસ્કિઓસ્કો (2228) સર કર્યુ.

ભારતની 20 વર્ષીય વેદાંગી કુલકર્ણી 159 દિવસમાં 14 દેશોમાં 29OOO કિ.મી. સાઈક્લિંગ કરીને સાઈકલ પર દુનિયાનું ચક્કર લગાવનાર સૌથી ઝડપી એશિયન બની.

સીરિયામાંથી સેના હટાવવાના વિરોધમાં જેમ્સ મેટિસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત બ્રેક મેકગુર્કે પણ રાજીનામું આપ્યું.

ગુજરાતમાં યોજાયેલ DGP અને IG સંમેલન દરમ્યાન જારી ભારતનાં ટોચનાં 10 પોલીસ સ્ટેશનોની સૂચિમાં રાજસ્થાનના બિકાનેરનું કાલૂ પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમે

સી. એ. કુટ્ટપ્પા ભારતના ચીફ બોક્સિંગ કોચ નિયુક્ત.

ચાકો પુરૈકલ થોમસ ટાટા કોફીના MD અને CEO નિયુક્ત.