Help & Support   |   Register Now   |   Login Now     

દિવંગત સંગીતકાર લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકર અને પાર્શ્વગાયિકા ઉષા ટીમોથીને મોહમ્મદ રફી એવોર્ડ-2018.

તુર્કમેનિસ્તાને પોતાની પ્રથમ મેસેજિંગ એપ ‘બિઝબાર્ડ’ લોન્ચ કરી.

દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈના સ્મારક ‘સદૈવ અટલ’નું ઉદઘાટન.

વિદ્યુત મંત્રાલયે એપ્રિલ-2019થી બધા મીટર્સને સ્માર્ટ પ્રીપેડ બનાવવાનો નિર્ણય લીધો. વીજળીનું બિલ ઘરે નહિ આવે. ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશનમાં થતું નુકશાન ઘટશે.

ભારત, અફગાનિસ્તાન અને ઈરાન વચ્ચે ત્રિપક્ષીય ચાબહાર સમજૂતીના અમલ માટેની પ્રથમ બેઠક ચાબહાર (ઈરાન)માં યોજાઈ.

કેલિફોર્નિયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીએ સક્રિય DNA ઓરિગામી ટાઈલ્સનો ઉપયોગ કરીને દુનિયાનું સૌથી નાનું ટિક-ટેક-ટો ગેમ બોર્ડ બનાવ્યું.

તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બોગિબીલ બ્રિજ પરથી પસાર થનાર પ્રથમ ટ્રેન બની.

PM મોદીએ આસામમાં બ્રહ્મપુત્રા નદી પર દિબ્રુગઢ ધેમાજી જિલ્લાને જોડતા ભારતના પ્રથમ અને સૌથી લાંબા રેલ-રોડ બ્રિજ બોગિબીલ બ્રિજનું ઉદઘાટન કર્યું.

25 ડિસેમ્બર: સુશાસન દિવસ. ઈ.સ. 2014થી ભૂતપૂર્વ વડાપ્રધાન બાજપાઈની જયંતી પર દર વર્ષે ઉજવાય છે.

પેટ્રિક શનાહન અમેરિકાના નવા કાર્યકારી રક્ષા સચિવ નિયુક્ત. તેઓ જિમ મેટિસનું સ્થાન લેશે.