Help & Support   |   Register Now   |   Login Now     

એડવોકેટ માધવી દિવાન ભારતનાં એડીશનલ સોલિસિટર જનરલ (ASG) નિયુક્ત. ASG તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા ઇન્દિરા જયસિંહ હતાં.

બ્રિટિશ સાઈક્લિસ્ટ જેરાંટ થોમસ સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર. ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના કોચ ગારેથ સાઉથગેટ કોચ ઓફ ધ યર.

સિંગાપુરમાં યોજાયેલ 18મી પિનક સિલટ ચેમ્પિયનશિપમાં 4 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ભારત દસમા ક્રમે.

સિનેમા અને ઇન્ડો-ફ્રેન્ચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન બદલ ફિલ્મ પ્રોડ્યુસર અશોક અમ્રિતરાજ ‘ફ્રેન્ચ નાઈટ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત.

નવી દિલ્હીમાં શહીદો અને ઘાયલ સૈનિકોનાં સન્માનમાં સ્પેશિયલ મેરેથન ‘સોલ્જરેથન’ યોજાઈ.

રાષ્ટ્રપતિએ કેવડિયામાં દેશના પ્રથમ ઇકોફ્રેન્ડલી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકી.

બિહારના સિલાવ ખાજાને ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવામાં આવ્યો. સિલાવ ખાજા નાલંદા જિલ્લાનું પારંપરિક વ્યંજન છે.

ભારતીય અમેરિકન શ્રી સૈનીએ 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ-2018'નો ખિતાબ જીત્યો.

વિરાટ કોહલી 25 ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો.

પુણેમાં 37મી સિનિયર નેશનલ રોઇંગ ચેમ્પિયનશિપ શરૂ. આ ચેમ્પિયનશિપમાંથી વિશ્વ ચેમ્પિયનશિપ-2019 માટે રોવર્સ સિલેક્ટ કરવામાં આવશે.