Help & Support   |   Register Now   |   Login Now     

પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત અરુણ ભાદૂડીનું નિધન.

ફિલિપિન્સની કેટરીઓના ગ્રેએ 'મિસ યુનિવર્સ-2018'નો ખિતાબ જીત્યો.

પી. વી. સિંધૂએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ ટુર ફાઇનલનો ખિતાબ જીત્યો. આ ટુર્નામેન્ટમાં સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય.

ભૂપેશ બઘેલ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા. કૂર્મી સમુદાયના આ નેતા છત્તીસગઢના ત્રીજા મુખ્યમંત્રી બન્યા.

નેધરલેન્ડને હરાવીને બેલ્જિયમે હોકી વિશ્વ કપ-2018નો ખિતાબ જીત્યો.

રાનિલ વિક્રમસિંઘે ફરીથી શ્રીલંકાના વડાપ્રધાન બન્યા.

આંધ્રપ્રદેશના તટ પર 'ફેઠઈ' ચક્રવાત ત્રાટક્યું.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત. જયારે સચિન પાયલટ ઉપમુખ્યમંત્રી.

જમ્મુ-કાશ્મીરે સરકારી કર્મચારીઓ, વિશ્વાસુ દ્વારા મહિલાઓના યૌન શોષણ પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો. સેક્સટોર્શન પર પ્રતિબંધ માટેના કાયદાવાળુ પ્રથમ રાજ્ય બન્યું.

કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે વડોદરામાં ભારતનું પ્રથમ રેલવે ઇન્સ્ટીટ્યુટ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટીટ્યુટ (NRTI) દેશને સમર્પિત કર્યુ. રશિયા, ચીન પછી દુનિયાની ત્રીજી રેલ યુનિવર્સિટી.