Help & Support   |   Register Now   |   Login Now     

લોકસભાએ ટ્રાન્સજેન્ડર સમુદાયને એક અલગ ઓળખ આપીને સશક્ત બનાવવા માટે ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ) બિલ’ પસાર કર્યુ.

ફ્રાન્સ જાન્યુઆરી 2019થી મોટી ઈન્ટરનેટ અને ટેકનોલોજી કંપનીઓ પર ‘GAFA’ ટેક્સ શરૂ કરશે. ટેક્સનું નામ ગુગલ, એપ્પલ, ફેસબુક અને એમેઝોનના નામ પરથી.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)ના કૈગા પરમાણુ ઊર્જા સ્ટેશનના એક 220 મેગાવોટ એકમે 941 દિવસ સુધી સતત સંચાલનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

કેન્દ્રીય મંત્રી મંડળે શિક્ષા ક્ષેત્રે ભારત અને અફગાનિસ્તાન વચ્ચેના MoUને મંજૂરી આપી. ભારતમાં તૈયાર પાઠ્યક્રમોનો ઉપયોગ કરવાની અનુમતિ.

ઉદય શંકર વર્ષ 2018-19 માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના ઉપાધ્યક્ષ નિયુક્ત.

18 ડિસેમ્બર: ઇન્ટરનેશનલ માઈગ્રેશન ડે.

ભારતીય ફિલ્મ ‘પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ’ ઓસ્કારની ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં નોમીનેટ.

76મા વાર્ષિક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં અભિનેતા જેફ બ્રિઝેસને ‘સેસિલ બી ડીમિલ’ એવોર્ડ.

અમેરિકાની અલ્ટ્રા રનર કૈમિલ હૈરોને એરિજોનામાં 24 કલાકમાં 262 કિ.મી.નું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

લિયોનેલ મેસી 2018માં 50 ગોલ પૂરા કરનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી બન્યો.