Help & Support   |   Register Now   |   Login Now     

ઈસરોએ GSLV F-11 રોકેટ દ્વારા શ્રી હરિકોટાથી 35મો સંચાર ઉપગ્રહ GSAT-7A લોન્ચ કર્યો. રોકેટથી મોકલાયેલ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ. વજન 2250 કિગ્રા.

એમ. નાગેશ્વર રાવ CBIના એડિશનલ ડિરેક્ટર નિયુક્ત.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના 'ગ્લોબલ જેંડર ગેપ રિપોર્ટ-2018'માં ભારત 108મા ક્રમે. આઈસલેન્ડ ટોચના સ્થાને.

કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોના કલા અને સંગીત શિક્ષકોને એક રાષ્ટ્રીય મંચ આપવા માટે HRD મિનિસ્ટ્રી દ્વારા 'સંગીત કલા સંગમ'નું આયોજન.

અભિનેત્રી સોનમ કપૂર પશુ સમર્થનના પ્રયાસો માટે PETA ઈન્ડિયાનો 'પર્સન ઓફ ધ યર-2018' એવોર્ડ માટે નોમિનેટ.

વૈજ્ઞાનિકોએ સૌર મંડળમાં અત્યાર સુધીની સૌથી દૂરની વસ્તુ શોધી જેને ‘2018 VG18’ અસ્થાઈ નામ અને ઉપનામ ‘ફારઆઉટ’ આપવામાં આવ્યું.

હરિયાણા સરકારે રાજ્યની તમામ કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ, ફી, સ્કૉલરશિપ વગેરેની માહિતી પૂરી પાડવા માટે 'શિક્ષા સેતુ' એપ શરૂ કરી.

નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન તુલસી ગિરિનું નિધન.

બોલર ઝહિર ખાન મુંબઈ ઇન્ડિયન્સના ડિરેક્ટર-ક્રિકેટ ઓપરેશન્સ નિયુક્ત.

વડાપ્રધાન મોદીએ કોફી ટેબલ બુક ‘ટાઈમલેસ લક્ષ્મણ’નું વિમોચન કર્યું, આ પુસ્તક પ્રસિદ્ધ કાર્ટૂનીસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત છે.