Help & Support   |   Register Now   |   Login Now     

16 ડિસેમ્બર: વિજય દિવસ. આ દિવસ વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત નિમિત્તે દર વર્ષે ઉજવવામાં આવે છે.

પૂણેની હાઈ એનર્જી મટીરીયલ્સ રિસર્ચ લેબોરેટરી (HEMRL)માં એકસ્પ્લોસિવ્સ ડિટેકશન પર પ્રથમ નેશનલ વર્કશોપ યોજાયું.

સાહિત્યકાર મનુભાઈ પંચોળીની સ્મૃતિમાં અપાતો આ વર્ષનો દર્શક સાહિત્ય સન્માન એવોર્ડ અમરેલીના જાણીતા કવિ હર્ષદ ચંદારાણાને અપાશે.

અશોક કુમાર સિંહ નેશનલ કમિશન ફોર શિડયુલ્ડ ટ્રાઇબ્સ (NCST)ના સચિવ નિયુક્ત.

હૈદરાબાદમાં અદાણી એરોસ્પેસ પાર્કમાં માનવ રહિત હવાઈ વાહન (Unmanned Aerial Vehicle-UAVના નિર્માણ માટે ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રનાં એકમનું ઉદઘાટન.

સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન માટે અંગેજી લેખક અમિતાવ ઘોષને જ્ઞાનપીઠ પુરસ્કાર 2018. ધ સર્કલ ઓફ રિજિયન તેમનું પ્રથમ પુસ્તક છે.

ICCએ રોયલ સ્ટેગને આગામી પાંચ વર્ષ માટે ઓફિસિયલ સ્પોન્સર તરીકે સામેલ કરી. હાલમાં નિસાન, ઓપ્પો, MRF ટાયર્સ અને અમીરાત પણ ગ્લોબલ પાર્ટનર્સ છે.

નેપાળ સરકારે ભારતની રૂ. 2000, રૂ. 500 તથા રૂ. 200ની ચલણી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો.

રામફલ પવાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડિરેક્ટર નિયુક્ત.

ખગોળવિદોએ હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા અંતરીક્ષમાં એક ‘GJ 3470b’ ગ્રહની શોધ કરી. જે પૃથ્વીથી 96 પ્રકાશવર્ષ દૂર છે.