Help & Support   |   Register Now   |   Login Now     

US ફેડરલ રિઝર્વ સિસ્ટમે પ્રમુખ વ્યાજ દર 2.25%થી વધારીને 2.50% કર્યો.

ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર વન પર યથાવત. દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા નંબર વન બોલર.

ફીફા રેન્કિંગમાં બેલ્જિયમ પ્રથમ ક્રમે. ફ્રાન્સ બીજા, બ્રાઝિલ ત્રીજા, ભારત 97મા સ્થાને.

ગૃહ મંત્રાલયનો 10 કેન્દ્રીય એજન્સીઓને કોઈપણ કોમ્પ્યુટરમાં ઉત્પન્ન, મોકલાયેલ, મેળવેલ કે સંગ્રહિત કોઈપણ માહિતી રોકવાનો, દેખરેખનો અને ડિક્રીપ્ટ કરવાનો આદેશ.

નવી દિલ્હીમાં ભારત અને ચીનની ‘સાંસ્કૃતિક તથા જન આદાનપ્રદાન’ની ઉચ્ચસ્તરીય વ્યવસ્થાની પ્રથમ બેઠક.

ભારતના પૂર્વ બેટ્સમેન ડબ્લ્યૂ. વી. રમન ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ નિયુક્ત.

હર્ષવર્ધન શ્રિંગલા USમાં અને રિવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતના રાજદૂત નિયુક્ત.

નેવાડા કુલ મહિલા બહુમતીવાળી વિધાનસભા ધરાવતું અમેરિકાનું પ્રથમ રાજ્ય બની ગયું.

હરિયાણાના ઝજ્જર જિલ્લામાં AIIMS કેમ્પસમાં ભારતનું સૌથી મોટું કેન્સર ઇન્સ્ટીટયુટ શરૂ કરાયું.

ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલીસી એન્ડ પ્રમોશન (DIPP)ના સ્ટાર્ટઅપ રેન્કિંગ-2018 પરના રાષ્ટ્રીય રિપોર્ટમાં ગુજરાત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય.