Help & Support   |   Register Now   |   Login Now     

મુંબઈમાં પ્રીમિયર બેડમિન્ટન લીગ-2018 (PBL) શરૂ.

ભારત સરકાર 40 શ્રમિકોને વર્ષ 2017ના પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કારોથી સન્માનિત કરશે.

આસામ સરકાર ‘ચા બગીચા (ટી એસ્ટેટ) ધન પુરસ્કાર મેળા’ અંતર્ગત 2016ની નોટબંધી પછી ચાના બગીચાઓના મજૂરોનાં ખાતાંમાં 2,500 રૂપિયા જમા કરાશે.

22 ડિસેમ્બર: રાષ્ટ્રીય ગણિત દિવસ. મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જયંતી તરીકે ઉજવાય છે.

લોકસભામાં કન્ઝ્યુમર પ્રોટેકશન બિલ પસાર. ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર રોક લાગશે, દોષિતને 10 લાખ રૂપિયા સુધીનો દંડ, 2 વર્ષની સજાની જોગવાઈ.

પાંચ વારની ઓલિમ્પિક ચેમ્પિયન અમેરિકન સ્વિમર ફેન્કલિને 23 વર્ષની વયે સન્યાસ લીધો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ જીતનાર તે પ્રથમ મહિલા હતી.

નેધરલેન્ડનાં મેથ્યુ વાન ડર પોએલે સુપરપ્રેક્ટીજ સાઈકલો-ક્રોસ રેસ જીતીને સિઝનની સતત પાંચમી રેસ જીતી.

પ્રણવ કુમાર દાસ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડિરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના નવા અધ્યક્ષ.

પર્યાવરણ વિભાગે એશિયાઈ સિંહોની આબાદી અને સંબંધિત પારિસ્થિતિકી તંત્રની સુરક્ષા માટે ‘એશિયાઈ સિંહ સંરક્ષણ પરિયોજના’ શરૂ કરી.

કર્ણાટક બેંકે paisabazar.com સાથે સ્ટ્રેટેજિક ભાગીદારી કરી.