Help & Support   |   Register Now   |   Login Now     

નીતિ આયોગના UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પરના બેઝલાઈન સૂચકાંકમાં કેરળ પ્રથમ સ્થાને.

આંધ્રપ્રદેશ, હિમાચલપ્રદેશ અને મધ્યપ્રદેશ ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’ (PMMVY) હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન આપનાર ત્રણ રાજ્ય બન્યાં.

રાજ્યોના DGP અને IGનું અખિલ ભારતીય વાર્ષિક સંમેલન કેવડીયા કોલોનીમાં યોજાયું.

નિલંજન રોય ઇન્ફોસિસના નવા ચીફ ફાયનાન્સ ઓફિસર (CFO) નિયુક્ત. ઇન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી IT કંપની છે.

હરિયાણા સરકાર આયુર્વેદ અને હર્બલ દવાઓને પ્રોત્સાહન આપવા ‘હરિયાણા હર્બલ નિગમ’ની સ્થાપના કરશે.

મેઘાલય સરકારે મેઘા હેલ્ધ ઈન્સ્યોરન્સ સ્કિમ (MHIS-IV) લોન્ચ કરી. તેનો ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના સાથે વિલય કરાયો. જાન્યુઆરીથી કાર્યાન્વિત કરાશે.

આસામનાં પ્રસિદ્ધ ગાયિકા દિપાલી બાર્થકરનું નિધન. તેઓ આસામની બુલબુલ તરીકે જાણીતાં હતાં.

15મી CII ગ્લોબલ SME સમિટ નવી દિલ્હીમાં યોજાઈ. 2018નો વિષય - વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓનાં માધ્યમથી ભાગીદારીનું નિર્માણ’.

અફગાનિસ્તાનનો સ્પિનર મુજીબ ઉર રહમાન T20માં 11મા ક્રમે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યો.

US પ્રમુખ ટ્રમ્પના અફગાનિસ્તાનથી સૈનિકોને પાછા બોલાવવાના નિર્ણયથી નારાજ થઈને સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસે રાજીનામું આપ્યું.