Help & Support   |   Register Now   |   Login Now     

એશિયન એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં (AAC) સંજીવની જાધવે 10000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

એશિયન એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં (AAC)માં હેપ્ટાથલીટ સ્વપ્ના બર્મન અને 4X400 મીટર મિક્સ્ડ રીલે ટીમે સિલ્વર જીત્યો.

ચીનમાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ (AWC)માં બજરંગ પુનિયાએ 65 કિગ્રા મેન્સ ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો.

ઇન્ડોનેશિયાએ ભારત સાથેના સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે રામાયણ પર ખાસ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આના પર સીતાને બચાવવા યુદ્ધ કરતા જટાયુનું ચિત્ર છે.

ઓલ ઇન્ડિયા રેડિયો (AIR)ના પબ્લિકેશન ડિવિઝન અને ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયાએ સ્વચ્છ પખવાડા પુરસ્કાર-2019 જીત્યો.

મેનેજમેન્ટ શ્રેણી અંતર્ગત NIRF રેન્કિંગ-2019માં ટોચ પર રહ્યા બાદ IIM બેંગ્લોર APSમાં 12મા ક્રમે અને QS એક્ઝીક્યુટીવ MBA રેન્કિંગ-2019માં વૈશ્વિક સ્તરે 61મા ક્રમે.

કેરલ કૃષિ યુનિવર્સિટીના ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ સેલ (IPR સેલ)એ નેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ-2019 મેળવ્યો.

અર્જુન નેચરલ લિ.ના જોઈન્ટ MD બેની એન્ટની વ્યક્તિગત રીતે પેટન્ટ અને વ્યવસાયીકરણની કેટેગરીમાં નેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ-2019થી સન્માનિત.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગમાં ભારત 17મા સ્થાને. પ્રથમ USA. ભારતમાં સૌથી જીવંત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમવાળાં શહેર બેંગલુરુ, નવી દિલ્હી અને મુંબઈ છે.

ઈરાન અને પાકિસ્તાને આતંકવાદ સામે લડવા માટે બંને દેશોની સીમા પર એક જોઈન્ટ ‘રિએકશન ફોર્સ’ શરૂ કરી.