Help & Support   |   Register Now   |   Login Now     

5મું એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન (ABU) મિડિયા શિખર સંમેલન કાઠમંડુમાં યોજાયું.

લેખક રાણા દાસગુપ્તાએ તેમની નવલકથા સોલો (2010) માટે રવિન્દ્ર નાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર-2019 જીત્યો.

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યા કાકરાને મહિલાની 68 કિગ્રા કેટેગરીમાં કાંસ્ય જીત્યો.

મલાવી (આફ્રિકા)એ દુનિયાની સૌથી એડવાન્સ્ડ મેલેરિયા વેક્સિન RTS, S વિકસાવી.

શિખર ધવન GS કેલટેક્સ કોર્પોરેશન, સાઉથ કોરિયાની સબસિડરી કંપની GS કેલટેક્સ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

26 એપ્રિલ: વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ડે. વિષય - રીચ ફોર ગોલ્ડ: આઈપી એન્ડ સ્પોર્ટ્સ.

મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્ના ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ (IAAC)ના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

ઇઝરાયેલે ગોલાન હાઈટ્સમાં એક નવી કોમ્યુનિટીનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવાની ઘોષણા કરી.

ઉદય કુમાર વર્માએ રાજીનામું આપતાં એસોચેમના ડેપ્યુટી સેક્રેટરી જનરલ સૌરભ સાન્યાલને એસોચેમના મહાસચિવનો વધારાનો હવાલો.

રાજેન્દ્ર કુમાર નાયક 52મા કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ નિયુક્ત.