Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકાએ પ્રથમ વખત વન ડે ઇન્ટરનેશનલ (ODI) ટીમનો દરજ્જો મેળવ્યો.

ભારત ફાયનાન્સિયલ ઇન્કલુઝન લિ. (BFIL)નો ઇન્ડસઇન્ડ બેંક સાથે વિલય થશે. વિલય બાદ BFIL ઇન્ડસઇન્ડ બેંકની સબસીડરી બની જશે.

સ્ટેનફોર્ડના રિપોર્ટ અનુસાર ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં 31% પડતી આવી.

બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ અને બજાજ એલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્ત રીતે પોતાની પ્રથમ પ્રોડક્ટ ‘ટોટલ હેલ્થ સિક્યોર ગોલ’ લોન્ચ કરી.

રોલેકસ મોંટે-કાર્લો માસ્ટર્સમાં ATP માસ્ટર્સ 1000નું ટાઈટલ જીતીને ફેબિયો ફોગનિની આ ટાઈટલ મેળવનાર પ્રથમ ઇટાલિયન બની ગયા.

એતિહાદ એરવેઝ કોઈ પ્લાસ્ટીક વગર સંચાલિત પ્લેન ઉડાડનાર ગલ્ફ રિજનની પ્રથમ એરલાઈન્સ બની.

નાસાના રોબોટિક માર્સ ઇનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહ પર પ્રથમ વખત સંભવિત ભૂકંપની શોધ કરી.

મિસરની એક સમાચાર સાઈટ માડા માસરે IPIનો ફ્રી મીડિયા પાયોનિયર એવોર્ડ-2019 જીત્યો.

પાકિસ્તાનના ડોન ન્યુઝપેપરના એડિટર એન્ડ કોલમનિસ્ટ સિરિલ અલ્મેડાએ IPI (ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટીટયુટ) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ હીરો એવોર્ડ-2019 જીત્યો.

ડિજિટલ ફાયનાન્સ સર્વિસ કંપની મોબિક્વિકે એગોન લાઈફ ઈન્સ્યોરન્સ સાથે સમજૂતી કરી.