Help & Support   |   Register Now   |   Login Now     

રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વ્લાદીવોસ્તોકમાં પ્રથમ શિખર સંમેલન યોજાયું.

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા UAEના સૌથી મોટા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેબલ અલી STPનું ઉદઘાટન.

બારડોલીની તરસાડીયા યુનિવર્સિટીનાં પ્રોફેસર ડૉ. રોઝી પટેલે મિસિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. તેઓ એક સામાજિક કાર્યકર્તા અને યોગ પ્રશિક્ષક છે.

રશિયાએ વિશ્વની સૌથી મોટી 604 ફૂટ લાંબી સબમરીન ‘બેલગોરોડ’ બનાવી. 2 મેટાટન વિસ્ફોટકો લઇ જવાની ક્ષમતા જે હિરોશિમા પર ફેંકાયેલ બોમ્બથી 130 ગણા વધુ ઘાતક.

ઈન્ટીગ્રૅટેડ કોચ ફેક્ટરી (ICF) ચેન્નઈ ટીમે માર્શલ અર્જન સિંહ મેમોરિયલ ઇન્ટરનેશનલ હોકી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીત્યો.

પૂર્વ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ સેશેલ્સમાં ભારતના આગામી હાઈ કમિશનર નિયુક્ત.

ભારતમાં અમેરિકન દૂત કેનેથ આઈ જસ્ટરે TBના રોગ વિરુદ્ધના અભિયાનમાં ભારતને કોર્પોરેટ ક્ષેત્રે મદદ કરવાની પહેલ શરૂ કરી.

સિદ્ધાર્થ મોહંતી LIC હાઉસિંગ ફાયનાન્સના ચીફ ઓપરેટીંગ ઓફિસર નિયુક્ત.

પંકજ આડવાણીએ એશિયન સ્નૂકર ટૂર ખિતાબ જીત્યો.

પુરાતત્વવિદોએ મિસરમાં અસવાન શહેરમાં મમી સહિત લગભગ 2000 વર્ષ જૂના એક પ્રાચીન મકબરાની શોધ કરી.