Help & Support   |   Register Now   |   Login Now     

ભારત સરકારે CBG (Compressed Bio-Gas)ને વૈકલ્પિક ઇંધણ તરીકે પ્રોત્સાહન આપવા ‘સતત’ પહેલની શરૂઆત કરી.

મધ્યપ્રદેશમાં શરૂ થશે ગાય મંત્રાલય, મધ્યપ્રદેશ ગૌપાલન એવં પશુધન સંવર્ધન બોર્ડ (MPGEPSB)ની જગ્યા લેશે. રાજસ્થાન પછી ગાય મંત્રાલય શરુ કરનાર બીજું રાજ્ય.

યુવરાજ વાઘવાણીએ એશિયન જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યો.

માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા જારી સ્વચ્છ કેમ્પસ રેન્કિંગમાં હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સીટી દેશની સૌથી સ્વચ્છ સરકારી યુનિવર્સીટી.

કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં ગોલ્ડ, સિલ્વરમાં ડિલીવરી બેઝ્ડ કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડીંગ શરૂ કરીને BSE ભારતનું પ્રથમ યુનિવર્સલ એક્સચેન્જ બન્યું.

2 ઓક્ટોબર: કેન્દ્રીય MSME મંત્રી ગિરિરાજ સિંહે 1 માસના રાષ્ટ્રીય ખાદી મહોત્સવ-2018નું ઉદઘાટન કર્યું.

ઇટાલીની 26 વર્ષીય ફ્રી ડાઈવર એલિસિયા જેચિનીએ પાણીમાં 351 ફિટ અંડર સ્વિમિંગ કરીને સૌથી ઊંડે સુધી ડાઈવીંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

ભારતીય મૂળનાં હાવર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ગીતા ગોપીનાથની IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્તિ. તેઓ મોરી ઓબ્સ્ટફેલ્ડનું સ્થાન લેશે.

ન્યુઝીલેન્ડે આર્જેન્ટીનાને હરાવીને છઠ્ઠી વખત રગ્બી ચેમ્પિયનશીપ જીતી.

દેશના પ્રથમ મહિલા બેન્ડ પર બનેલી ડોકયુમેન્ટરી ‘વુમનિયા’ રિલીઝ. પટના પાસે ઢીબરા ગામનું સરગમ બેન્ડ દેશનું પ્રથમ મહિલા બેન્ડ.