Help & Support   |   Register Now   |   Login Now     

જાણીતા લેખક રસ્કિન બોન્ડે તેમના 86મા જન્મ-દિવસે ઈ-ફોરમેટમાં તેમની નવી બુક ‘હોપ ઓન: માય એડવેન્ચર્સ ઓન બોટ્સ, ટ્રેન્સ એન્ડ પ્લેન્સ’ લોન્ચ કરી.

ટીમ ચેસ ગુરૂકુલે ઇન્ડિયન ચેસ.કોમ લિગ જીતી.

રાજેશ ગોયલ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO)ના નવા ડિરેક્ટર જનરલ નિયુક્ત.

વોલ્ટ ડિઝનીના ટોપ એક્ઝીક્યુટીવ કેવિન મેયર ટિકટોકના નવા CEO નિયુક્ત.

ઇન્ડિયન નેવલ હાઈડ્રોગ્રાફિકના ચીફ હાઇડ્રોગ્રાફર વાઈસ એડમિરલ વિનય બધવાર એલેકઝાન્ડર ડેલરિંપલ એવોર્ડ-2019થી સન્માનિત.

લિસોથોના વડાપ્રધાન થોમસ થાબેને રાજીનામું આપ્યું.

અલીબાબાના પ્રમુખ જેક માએ સોફ્ટબેંક બોર્ડમાંથી રાજીનામું આપ્યું.

કોટક મહિન્દ્રા બેંક ગ્રાહકોના બચત ખાતા ખોલવા માટે વિડીયો KYC ફેસિલીટી અપનાવનાર પ્રથમ ભારતીય બેંક બની.

અનિલ કુંબલેના નેતૃત્વ વાળી ICC ક્રિકેટ કમિટીએ બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો.

સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે લેફ્ટનન્ટ જનરલ ડી. બી. શેકાતકર સમિતિની ભલામણો લાગુ કરી.