Help & Support   |   Register Now   |   Login Now     

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન કુમાર સંગકારા મેરીલેબોન ક્રિકેટ ક્લબના પ્રથમ નોન-બ્રિટિશ અધ્યક્ષ નિયુક્ત. તેઓ 233 વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વિદેશી MCC અધ્યક્ષ બનશે.

2 મે: રામાનુજ કાળ બાદના કવિ, ભક્ત, દાર્શનિક અને ગુરૂ-શિક્ષક (દેસિકન)શ્રી વેદાંત દેસિકનની 750મી જન્મજયંતી નિમિત્તે એક ટપાલ ટિકિટનું અનાવરણ.

ભારતીય શૂટિંગ ખેલાડી અપૂર્વી ચન્દેલાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ કેટેગરીમાં વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું.

UNએ પાકિસ્તાન સ્થિત જેશ-એ-મોહમ્મદ ગૃપના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કર્યો.

એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા એર સ્ટાફના વાઈસ ચીફ નિયુક્ત.

અભય શ્રીનિવાસ ઓકા કર્ણાટક હાઈકોર્ટના, પી. આર. રામચંદ્ર મેનન છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત.

લેબનોનની રાજધાની બેરુતે એક શહેરમાં 24 કલાકમાં ફરકાવાયેલ રાષ્ટ્રીય ધ્વજની સંખ્યા માટે એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

ભારતીય મેરેથોન દોડવીર નિતેન્દ્ર સિંહ રાવતે લંડનમાં વર્જિન મની લંડન મેરેથોન-2019માં મેન્સ રેસમાં 27મું સ્થાન મેળવ્યું.

અલ્ફ્રેડ બ્રાઉનેલે ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઈઝ જીત્યું.

બેંગલુરુ સ્થિત હેલ્થ ટેક સ્ટાર્ટઅપ, નિરમાઇએ હેક ઓસાકા ઇવેન્ટ, જાપાનમાં ગોલ્ડ પ્રાઈઝ મેળવ્યું.