Help & Support   |   Register Now   |   Login Now     

બજરંગ પુનિયા ન્યૂયોર્કમાં મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં લડનાર પ્રથમ ભારતીય પહેલવાન.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (SIPRI)ના રિપોર્ટ અનુસાર ભારત ચોથો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરનાર દેશ. USA ટોચના સ્થાને, ત્યાર બાદ ચીન અને સાઉદી આરબ.

ક્રિકેટ ક્ષેત્રે યોગદાન માટે જેક્સ કેલિસને દક્ષિણ આફ્રિકાનું ઓર્ડર ઓફ ઇખામાંગા ઇન ધ સિલ્વર ડિવિઝન સન્માન અપાયું.

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં 30 એપ્રિલ-2019નો દિવસ આયુષ્યમાન ભારત દિવસ તરીકે ઉજવાયો.

અમેરિકા UN આર્મ્સ ટ્રેડ ટ્રીટીમાંથી બહાર નીકળશે.

1 મે: ઇન્ટરનેશનલ લેબર ડે. વિષય - યુનાઈટિંગ વર્કર્સ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક એડવાન્સમેન્ટ. ભારતમાં પ્રથમ મજૂર દિવસ ઈ.સ. 1923માં ચેન્નઈમાં ઉજવાયો હતો.

બેંજામિન નેતન્યાહૂએ ઇઝરાયેલના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

ડોમિનિક થિએમે બાર્સેલોના ઓપન બૈન સબાડેલ-2019નો ખિતાબ જીત્યો.

અકિહિતોએ ગાદી છોડી, નારૂહિતો જાપાનના 126મા સમ્રાટ બન્યા. અકિહિતો જાપાનના શાહી ઘરાનાના 200 વર્ષના ઈતિહાસમાં રાજગાદી છોડનારા પહેલા રાજા.

ડીડી-કાશીરે દૂરદર્શન કેન્દ્રના શ્રીનગર સ્ટુડીયોમાં ‘કોન બનેગા કરોડપતિ’નું કાશ્મીરી સંસ્કરણ લોન્ચ કર્યુ. આ કાર્યક્રમનું નામ ‘કુસ બની કોશુર કરોરપેટ’ રાખવામાં આવ્યું.