Help & Support   |   Register Now   |   Login Now     

મેંગલુરુ પોલીસે અખિલ મહિલા પોલીસ પેટ્રોલિંગ ફોર્સ ‘રાની અબ્બક્કા ફોર્સ’ શરૂ કરી. આ ફોર્સનું નામ તટીય કર્ણાટકની 16મી સદીની યોદ્ધા ઉલ્લાલની રાણી અબ્બક્કાના નામ પરથી રખાયું.

કેન્દ્ર સરકારે તમામ ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે લીલા રંગની નંબર પ્લેટનો ઉપયોગ ફરજિયાત કર્યો.

દોહા ડાયમંડ લીગમાં કાસ્ટર સેમેન્યાએ 800 મીટર દોડ જીતી.

8મી એશિયન યુથ વુમન હેન્ડબોલ ચેમ્પિયનશિપ જયપુરમાં યોજાશે.

4 મે: ઇન્ટરનેશનલ ફાયર ફાઈટર્સ ડે.

થાઇલેન્ડના રાજા મહાવજિરાલોન્ગકોર્ન રામ X બન્યા. તેઓ ચક્રી વંશના દસમા સમ્રાટ છે.

ISRO આગામી વર્ષે સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L-1 નામનું એક પ્રોબ મોકલશે. જે સૂર્યની બહારની સપાટી, સોલર કોરોનાનું અવલોકન કરશે.

બ્રિટનની સરકાર પર્યાવરણ અને જળવાયુ કટોકટીની રાષ્ટ્રીય ઘોષણા કરનાર પ્રથમ રાષ્ટ્રીય સરકાર બની.

ગુજરાતનો મન શાહ ટેનિસ ફ્રેંચ ઓપનની જુનિયર વાઈલ્ડ કાર્ડ ઇવેન્ટમાં ચેમ્પિયન.

જયશ્રી વ્યાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નાં પ્રથમ સ્વતંત્ર મહિલા ડિરેક્ટર. 2001માં તેમણે સર્વિસ બેંકમાં પ્રથમ નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ શરૂ કરવામાં મદદ કરી હતી.