Help & Support   |   Register Now   |   Login Now     

પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમાર અને સલાહકાર શિખા ગર્ગ UN દ્વારા સન્માનિત 115 કર્મચારીઓમાંના બે ભારતીયો. તેમણે શાંતિની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપેલ છે.

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ બેટ્સમેન સીમોર નર્સનું નિધન.

ઇન્ટર-ગવર્નમેન્ટલ ફોરમ આર્કટિક કાઉન્સિલના ઓબ્સર્વર તરીકે ભારત ફરીથી નિયુક્ત.

ભારતની સૌથી લાંબી ક્રોસ-કન્ટ્રી રેલી ડેઝર્ટ સ્ટોર્મ-2019 શરૂ.

સરકારે 2019-20 માટે NEET-PG માટે કવાલિફાયિંગ અંકોને છ પરસેન્ટાઈલ ઓછા કરવાનો નિર્ણય કર્યો.

8 મે: વર્લ્ડ રેડક્રોસ ડે.

ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઈગર વુડ્સને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રિડમથી સન્માનિત કર્યા.

નેપાળની બંદના નેપાલે સતત 126 કલાક સુધી નૃત્ય કરીને ભારતની હેમલતાનો 123 કલાકનો રેકોર્ડ તોડીને ગિનિઝ બુકમાં નામ નોંધાવ્યું.

અર્થશાસ્ત્રી રેઝા બાકિર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ના ગવર્નર નિયુક્ત.