Help & Support   |   Register Now   |   Login Now     

કલાવતી જી. વી. ફિલિપ્સ ઇનોવેશન કેમ્પસ, બેંગલુરુનાં CEO નિયુક્ત.

ફેસબુકે વ્હોટ્સ-એપ પેના ગ્લોબલ રોલ-આઉટ માટેના સેન્ટર તરીકે લંડનની પસંદગી કરી.

સિંગાપુરની સંસદે ‘એન્ટી-ફેક ન્યુઝ’ બિલ પાસ કર્યુ. જેમાં ખોટી ખબરોમાં સુધારો કે દૂર કરવાનું, ખોટા પ્રચાર કરનારી વેબસાઈટ્સને બ્લોક કરવાનું સામેલ.

અરુણાચલ પ્રદેશના કામેંગ જીલ્લામાં ભારતનો તદ્દન નવી પ્રજાતિનો પિટ વાઈપર (ઝેરીલો સાપ) મળી આવ્યો. આછા લાલ રંગનો આ પાંચમો પિટ વાઈપર છે.

પ્રખ્યાત લેખક સંજીબ ચટ્ટોપાધ્યાય, સોનલ માનસિહ અને તબલા વાદક પંડિત સ્વપન ચૌધરી કોલકાતામાં રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી દ્વારા ડી. લિટની ઉપાધિથી સન્માનિત.

ગોવા તટ પર ભારત-ફ્રાન્સના નેવલ અભ્યાસ ‘વરુણ’નું સમુદ્રી ચરણ શરૂ. બંને દેશો વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નેવલ અભ્યાસ 1983માં યોજાયો હતો.

બજાજ ઓટોના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર રાકેશ શર્મા જિનેવા સ્થિત ઇન્ટરનેશનલ મોટરસાઈકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IMMA)ના વાઈસ-પ્રેસિડેન્ટ નિયુક્ત.

સ્પેસએક્સે નાસાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે એક કાર્ગો મિશન પર સફળતાપૂર્વક એક ડ્રેગન સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યુ.

છત્તીસગઢનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે જસ્ટીસ પી. આર. રામચન્દ્રન મેનનને છત્તીસગઢ HCના મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યા.

ચંદ્રૂ બદ્રીનારાયણ ESG (એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ) પ્લેટફોર્મ ઈક્યૂબ (ECube)ના મેનેજિંગ પાર્ટનર નિયુક્ત.