Help & Support   |   Register Now   |   Login Now     

વિશ્વના સહિષ્ણુ દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે. પ્રથમ ક્રમે કેનેડા.

ICC રેન્કિગ: વન-ડેમાં ઈંગ્લેન્ડ પ્રથમ, ભારત બીજા ક્રમે. ટેસ્ટમાં ભારત, T-20માં પાકિસ્તાન પ્રથમ ક્રમે.

15મો પ્રવાસી ભારતીય દિવસ વારાણસીમાં યોજાશે. વિષય: ‘Role of Indian Diaspora in Building new India.’

હરિયાણાના કરનાલ જિલ્લાથી ગોવર્ધન યોજનાની શરૂઆત. આ યોજના છાણ અને વેસ્ટનું મેનેજમેન્ટ કરવા અને તેને ખાતર, બાયોગેસ અને જૈવ સીએનજીમાં બદલવા પર કેન્દ્રિત હશે.

પાકિસ્તાની મૂળના સાંસદ સાજીદ જાવેદ બ્રિટનના નવા ગૃહ મંત્રી.

રિઝલ્ટ અને પરીક્ષા સંબંધી જાણકારીઓ માટે ગૂગલ અને સીબીએસઇ વચ્ચે કરાર.

ઉદય કોટક ફરી કોટક મહિન્દ્રા બેન્કના MD અને CEO બન્યા.

પશ્ચિમ બંગાળના પૂર્વ CM જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડી સિક્કિમના CM પવન ચામલિંગે સૌથી વધુ સમય સુધી CM પદે ચાલુ રહેવાનો વિક્રમ બનાવ્યો.

ભારતે શ્રીલંકામાં વેસાક માટે બૌદ્ધ અવશેષ મોકલવાની મંજૂરી આપી.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે મુકાયું વોટર ATM, 1 રૂપિયામાં 1 લીટર ઠંડુ પાણી.