Help & Support   |   Register Now   |   Login Now     

નાસા અને ઉબેરે ઊડતી ટેક્સી બનાવવા સમજૂતી કરી.

અકસ્માત થયાના પ્રથમ 48 કલાકમાં કોઈ પણ જાતની આવકને ધ્યાને લીધા વિના ખાનગી કે સરકારી હોસ્પિટલનો 50000 સુધીનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે.

બિઝનેસ ઓપ્ટીમાઈઝ ઈન્ડેક્ષમાં ભારત છઠ્ઠા ક્રમે. પ્રથમ ક્રમે ઓસ્ટ્રિયા.

દિમિત્રી મેદવેદેવ બન્યા રશિયાના વડાપ્રધાન. રશિયાના બંધારણ મુજબ નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ શરૂ થવા પર વડાપ્રધાન રાજીનામું આપવા બાધિત છે.

રાજ્યસભામાં કાર્ય આચરણની સમીક્ષા માટે ડૉ. વી.કે. અગ્નિહોત્રીની અધ્યક્ષતામાં 2 સદસ્યી સમિતિની રચના.

સ્માર્ટ શહેરોના CEOનું પ્રથમ સર્વોચ્ચ સંમેલન ભોપાલમાં યોજાયું.

ફોર્બ્સની વિશ્વના ૧૦ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મોદી 9મા ક્રમે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ પ્રથમ ક્રમે.

નિશા ભલ્લા WEF (WOMEN ECONOMIC FORUM) દ્વારા એક્સેલન્સ વુમન ઓફ એક્સેલન્સ પુરસ્કારથી સન્માનિત.

બાંગ્લાદેશે ભારતને બનાવ્યું OIC (Organisation of Islamic Cooperation) પર્યવેક્ષક. OIC મુસ્લિમ બહુમતીવાળા 57 રાષ્ટ્રોનો સમૂહ છે.

કેબિનેટ સચિવ પ્રદીપકુમાર સિંહાને મળ્યું 1 વર્ષનું એક્સ્ટેન્શન.